વડોદરા/ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મોટી સંખ્યામાં કર્મચારી સંક્રમિત

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મોટી સંખ્યામાં કર્મચારી સંક્રમિત

Gujarat Vadodara Trending
sbi bank સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મોટી સંખ્યામાં કર્મચારી સંક્રમિત

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઈરસ બેકાબુ બની રહ્યોછે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજ્યમાં કોરોના કેસમાં પણ મોટો ઊછળ જોવા મળી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસમાં મોટો વધારો થયો છે. ત્યારે મહાનગરો ફરી એકવાર કોરોનાની ઝપટે ચઢ્યા છે. અમદાવાદ વડોદરા અને સુરત જેવા શહેરોમાં કોરોનાના દૈનિક આંકમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં SBI ની એક બ્રાન્ચમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

Political / ગુજરાતમાં ‘આપ’ અસરદાર વિકલ્પ બન્યો

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં પાદરામાં આવેલી SBI ની એક બ્રાન્ચમાં મેનેજર સહિત એક સાથે 13 કર્મચારી સંક્રમિત મળી આવ્યા હતા. એક જ બ્રાન્ચમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા SBI બ્રાન્ચ બંધ કરવી પડી છે.

વડોદરા / દે દારુ, દે દારુ હો મેરે ભૈયા દે દારુ..! શિસ્તબદ્ધ ભાજપનાં પૂર્વ કાઉન્સિલરોની દારૂ-પૂરીની મહેફિલ

ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગત રોજ  475  નવા કેસ નોધાયા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં હાલમાં કુલ 2638 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,71,245 પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે.