Suicide/ કોરોના થવાની બીકે 15 વર્ષના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જ્યારથી કોરોના વાયરસ શરૂ થયો છે ત્યારથી ઘરની બહાર નીકળતો ન હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સીન નહિં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહિં નીકળું.

Gujarat Vadodara
a 15 કોરોના થવાની બીકે 15 વર્ષના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

કોરોનાના લીધે વિશ્વભરમાં લોકો પરેશાન છે. આ જીવલેણ વાયરસના કારણે અનેકો લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. જ્યારે અનેકો લોકો આ વાયરસના લીધે ડિપ્રેશનમાં આવી ગયા છે. ત્યારે આવામાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ જવાની બીકે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ રસી આવે તેવી શક્યતા નહી લાગતા કોરોનાના ડરને કારણે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો  છે.

મળતી માહિતી અનુસાર, સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જ્યારથી કોરોના વાયરસ શરૂ થયો છે ત્યારથી ઘરની બહાર નીકળતો ન હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સીન નહિં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહિં નીકળું. માંજલપુર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં રહેતા આવેલી સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી (ઉં.15) નામના કિશોરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…