Not Set/ સમગ્ર વિશ્વમાં કોરોનાથી 40.2 લાખથી વધુ લોકોનાં મોત

કોરોના મહામારીનો વિશ્વભરમાં કહેર આજે પણ યથાવત છે. દરરોજ સંક્રમણની સંખ્યામાં વધારો થાય છે. દરમ્યાન, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ વધીને 18.6 કરોડ થઈ ગયા છે.

Top Stories World
ssssss 14 સમગ્ર વિશ્વમાં કોરોનાથી 40.2 લાખથી વધુ લોકોનાં મોત

કોરોના મહામારીનો વિશ્વભરમાં કહેર આજે પણ યથાવત છે. દરરોજ સંક્રમણની સંખ્યામાં વધારો થાય છે. દરમ્યાન, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ વધીને 18.6 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 40.2 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 3.41 થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

ssssss 15 સમગ્ર વિશ્વમાં કોરોનાથી 40.2 લાખથી વધુ લોકોનાં મોત

વિશ્વ જનસંખ્યા દિવસ 2021 / જાણો કેમ મનાવવામાં આવે છે વિશ્વ જનસંખ્યા દિવસ, જાણો તેનો ઈતિહાસ અને થીમ

રવિવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં ખુલાસો કર્યો છે કે હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુની સંખ્યા અને વહીવટી વેક્સિનની કુલ સંખ્યા અનુક્રમે 18,63,93,041, 40,24,591 અને 34,13,396,451 છે. સીએસએસઇનાં જણાવ્યા અનુસાર અમેેરિકા કોરોનાવાયરસથી વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી સૌથી વધુ કેસો અને મૃત્યુ અનુક્રમે, 3,38,47,474. અને 6,07,135 છે. કોરોના સંક્રમણનાં મામલામાં ભારત 3,07,95,716 કેસ સાથે બીજા ક્રમે છે. સીએસએસઈનાં આંકડા અનુસાર, 30 લાખથી વધુ કેસોવાળા અન્ય સૌથી ખરાબ દેશ બ્રાઝિલ (1,90,69,003), ફ્રાંસ (58,70,463), રશિયા (56,88,807), તુર્કી (54,65,094), યુ.કે.(51,07,780), આર્જેન્ટિના(46,39,098), કોલમ્બિયા(44,71,622), ઇટાલી(42,69,885), સ્પેન(39,37,192), જર્મની(37,43,164) અને ઈરાન (3,355,786) છે. વળી જો મોતની વાત કરીએ તો, બ્રાઝિલ 532,893 કેસ સાથે કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં અમેરિકા બાદ બીજા નંબરે છે. ભારત (4,07,145), મેક્સિકો (2,34,675), પેરુ (1,94,084), રશિયા (1,39,896), યુકે (1,28,665), ઇટાલી (1,27,768), ફ્રાંસ (1,11,511) અને કોલમ્બિયા (1,11,731) નાં મૃત્યુઆંક 1,00,000 ને વટાવી ગયો છે.

ssssss 16 સમગ્ર વિશ્વમાં કોરોનાથી 40.2 લાખથી વધુ લોકોનાં મોત

નહી સુધરે / શું અમદાવાદીઓને તેમના બાળકોની પડી નથી? જુઓ રિવરફ્રન્ટ પર કોરોનાની ગાઇડલાઇન ભંગ કરાતા દ્રશ્યો

આપને જણાવી દઇએ કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને પણ સ્વીકાર્યું છે કે, વિશ્વભરમાં રસીકરણની ધીમી ગતિ અને ડેલ્ટા વેરિઅન્ટનાં ફેલાવાનાં કારણે, મોટાભાગનાં દેશોમાં ફરીથી કોરોનાનાં નવા કેસો વધી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસોમાં વધારો થવાનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, લોકડાઉનમાં ઢીલાશ અને રસીકરણની ગતિમાં ઘટાડો થયો છે, બધાને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ ફરી એક વખત ભયાનક થઇ શકે છે. આ વાત તમામને ખબર હોવા જરૂરી છે કે, કોરોના વાયરસ હજુ આપણી પાસેથી ગયો નથી અને દરેકને સજાગ રહેવાની જરૂર છે.