ગુજરાત/ થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યમાં કોરોનાનાં કેસમાં થોડા દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જો કે આ ઘટાડો એટલો પણ નથી કે જનતા ચિંતા મુક્ત થઇ શકે. રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં હવે લોકો પોતે જાગૃત થયા છે…

Gujarat Others
Untitled 52 થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ

@ચેહરસિંહ વાઘેલા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા 

રાજ્યમાં કોરોનાનાં કેસમાં થોડા દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જો કે આ ઘટાડો એટલો પણ નથી કે જનતા ચિંતા મુક્ત થઇ શકે. રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં હવે લોકો પોતે જાગૃત થયા છે અને આ કોરોનાવાયરસથી કેવી રીતે નિકળવુ તેની સમીક્ષા પણ કરી રહ્યા છે. આ અંગે બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકામાં પણ બેઠક યોજાઇ હતી.

Untitled 53 થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ

આપને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક ખારીયા થરા રોડ કુમ કુમ પાર્ટી પ્લોટમા કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામા યોજાઇ હતી. જેમાં કાંકરેજ લીઝ એસોસિયશન દ્વારા 50,000 તેમજ થરા, શિહોરી, ખીમાણા, કંબોઈ દ્વારા વિસ્તારનાં કુલ રૂ.9,00,000 (નવ લાખ) જેટલું અનુદાન કોરોના સામેની મહામારીમાં કરવામાં આવ્યુ છે. અહી કોરોનાનાં હરાવવા માટે દવા,ઓકસીજન તેમજ વિવિધ સવલતો માટે દાન મળેલ છે તેમજ ધારાસભ્ય દ્વારા પણ 50 લાખની ગ્રાન્ટ ફાળવી અને હજુ વધુ જરૂરિયાત હશે તો વધુ ફાળવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

Untitled 54 થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ

આ બેઠક માં અણદાભાઈ પટેલ apmc ચેરમેન, જિલ્લા મહામંત્રી ડાહ્યાભાઇ પિલિયાતર,પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, સુખદેવસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઇશ્વરભાઇ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ, કિશોરભાઈ પ્રજાપતિ, ઇશુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, ગીરીશભાઈ પટેલ સરપંચ (તાણા), તેજાભાઈ દેસાઈ, નિરંજનભાઈ ઠક્કર, રમેશભાઈ દવે, જસુભાઈ રાવળ, લખીરામભાઈ જોશી, અલ્કેશભાઈ જોશી, શંકરભાઈ પટેલ, કપૂરસિંહ પરમાર, સિદ્ધરાજસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, અતુલભાઈ શાહ, વનરાજસિંહ વાઘેલા, કિતુભા વાઘેલા, રઘુભા વાઘેલા, મનુભાઈ જોશી ઝાલમોર, સરપંચ નવીનભાઈ શાહ, તુષારભાઈ સોની, દેવભાઈ પુરોહિત, સગુભા વાઘેલા સરપંચ વગેરે હાજર રહ્યા હતા.

majboor str 10 થરા ખાતે કાંકરેજ તાલુકામાં કોરોના નાથવાની સમીક્ષા બેઠક યોજાઇ