Corona Update/ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરવા આપી સલાહ

વર્તમાન સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રચાર-પ્રસાર છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે, એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના સંક્રમણ લાગુ થયુ હોવાના કારણે તેઓ પ્રત્યક્ષ રીતે લોકો સાથે

Top Stories India
Rajesh Tope ANI મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીને થયો કોરોના, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરવા આપી સલાહ

તસવીર સૌજન્ય ANI

વર્તમાન સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રચાર-પ્રસાર છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે, એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના સંક્રમણ લાગુ થયુ હોવાના કારણે તેઓ પ્રત્યક્ષ રીતે લોકો સાથે નથી પરંતુ પરોક્ષ રીતે તેમણે ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે વાત કરી હતી. તેની વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના વકરી રહ્યો છે.મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે કોરોના સંક્રમિત આવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે તેમની તબિયત સારી છે અને તેઓ ડોક્ટરની સલાહ લઈ રહ્યા છે. જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તે ધ્યાન રાખે અને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ટેસ્ટ કરાવી લે.

NASA does / મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું NASAનું રોવર, જીવનની સંભાવનાઓ પર કરશે શોધ

કોરોના સંક્રમણ લાગુ પડ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીની જેમ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ લખ્યું છે કે તેઓ કોરોનાને હરાવીને ફરીથી સેવામાં લાગી જશે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 5400થઈ વધુ કેસ આવ્યા છે.

Political / મમતાના ગઢમાં ગાબડું પાડવા ગુજરાતના આ દિગ્ગજ નેતાને સોંપાઈ જવાબદારી

 3 જિલ્લાએ જાહેર કર્યું લોકડાઉન

મહારાષ્ટ્રમાં રવિવારે કેસ વધવાના કારણે અમરાવતી, અકોલા અને યવતમાલમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ 3 જિલ્લામાં શનિવારે રાતે 8 વાગ્યાથી સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. ગુરુવારે મુંબઈમાં પણ કોરોના ગાઈડલાઈન જાહેર કરાઈ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 736 કેસ આવ્યા છે. બીએમસીએ નવા નિયમોના અનુસાર આદેશ આપ્યા છે કે 5થી વધારે કેસવાળી બિલ્ડિંગને સીલ કરાશે. અહીં લગ્ન અને સાર્વજનિક ઉત્સવોમાં 50થી વધુ લોકોના ભેગા થવા પર કેસ થશે.

Election / રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની પ્રેસકોન્ફરન્સ, પોલીસ પર આ સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ભૂકંપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…