Not Set/ પંચમહાલ જિલ્લામાં કોરોનાનો ફરી રાફડો ફાટયો

પંચમહાલ જિલ્લામાં આજે નવાlપોઝિટિવ કેસ નોંધાતા જીલ્લાવાસીઓ માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
Untitled 48 પંચમહાલ જિલ્લામાં કોરોનાનો ફરી રાફડો ફાટયો

પંચમહાલ જિલ્લામાં આજે નવાlપોઝિટિવ કેસ નોંધાતા જીલ્લાવાસીઓ માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.ત્યારે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પૈકીગોધરામાં ૧૭,કાલોલમાં ૦૧,હાલોલમાં ૦૩ અને ઘોઘંબામાં ૦૧ એમ કુલ જિલ્લામાં ૨૨ કેસ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૨ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૪૨૮૮ થઈ છે. જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૧૭૪ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.જેમાં ગોધરામાં ૧૭,કાલોલમાં ૦૧ હાલોલમાં ૦૩ અને ઘોઘંબામાં ૦૧ મળી કુલ ૨૨ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.જીલ્લામાં કોરોના કેસોની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને ટેસ્ટિંગ માં વધારો કરવામાં આવ્યો છે. ગોધરામાં એકાએક વધતા કોરોના ને લઈ લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.પરંતુ ગોધરામાં કોરોના ગાઈડ લાઇન નું જરૂરી પાલન કરવામાં આવતું નથી જેને લઈ લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે.જે બાબત ચિંતાજનક છે ગોધરા શહેરનું શાકમાર્કેટ હોય કે એપીએમસી બજાર કે પછી અન્ય કોઈ પણ જાહેર સ્થળ જયા લોકો ધ્વારા કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવતું નથી. ત્યારે લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે સાથે તંત્ર પણ જરૂરી પગલા લેવામાં તે જરૂરી છે આજે કોરોના ની સારવાર લઈ રહેલા ૦૩ જેટલા વ્યક્તિઓ ને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે…