સુરત/ કોરોના ત્રીજી લહેરની કાપડ ઉધોગ ઉપર ગંભીર અસર, વેપારીઓને એક મોટું નુકસાન

કોરોનાએ વેપારીઓની હાલત કફોડી કરી નાંખી છે. એક અંદાજ પ્રમાણે 1500 કરોડનું  નુકસાન જઈ રહ્યું છે,અને વેપારી દિવસે ને દિવસે જાણે કાપડ નો વેપાર ગુમાવી રહ્યો હોય એ રીતની સ્થિતિ સર્જાઈ છે.

Gujarat Surat
કાપડ બજાર કોરોના ત્રીજી લહેરની કાપડ ઉધોગ ઉપર ગંભીર અસર, વેપારીઓને

કોરોના ત્રીજી લહેરની કાપડ ઉધોગ ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા લગ્નના ઓર્ડર રદ્દ થતા વેપારીઓને એક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંદાજે 1,500 કરોડનું કાપડ બજાર નુકશાન વેઠી રહ્યું છે. સાથે જ મંડપ ક્લોથ મેન્યુફેક્ચરર્સને 50% ઓર્ડર કેન્સલ થવાની ભીતિ છે. ત્યારે ફરીથી લોકડાઉનના ભયે તમામની ચિંતા વધારી છે.

  • ત્રીજી લહેરની અસર
    લગ્ન ઓર્ડર રદ્દ
  • વેપારીઓને મોટું નુકસાન
  • મેન્યુફેક્ચરર્સને 50% ઓર્ડર કેન્સલ

ત્રીજી લહેરની કાપડ ઉધોગ ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા વેપારીઓના લગ્નના ઓર્ડર રદ્દ થતા વેપારીઓને એક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંદાજે 1500 કરોડ નું કાપડ બજાર નુકશાન વેઠી રહ્યું છે. સાથે જ મંડપ ક્લોથ મેન્યુફેક્ચરર્સને 50% ઓર્ડર કેન્સલ થવાની ભીતિ છે.

ત્રીજી લહેરની કાપડ માર્કેટ ઉપર ગંભીર અસર પડી રહી છે. વેપાર ન મળતા, ઓર્ડર ખોળવાતા કાપડની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે. આ અંગે એક કાપડ વેપારીએ જણાવ્યું હતું કે કાપડ માર્કેટમાં કાપડનો વેપાર માત્ર 15 થી 20 ટકાનો રહી ગયો છે. કાપડ વેપાર, સાથે મજૂરોના પ્લાયનથી કામની તકલીફ પડી રહી છે. કોરોનાના કારણે અન્ય રાજ્યથી આવતા વેપારીઓમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે.

કોરોનાનાને કારણે નવા ઓર્ડર નહિ મળતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીના પૅમેન્ટ પણ અટક્યાં છે. વધુમાં અન્ય એક કાપડ વેપારીએ ઉમેર્યું હતું કે સરકારની ગાઈડલાઈનને કારણે બજારમાં હાલ કોઈ પણ પ્રકારની ગ્રહકી નથી. વેપારીઓ પણ સવારે 11 વાગ્યે આવી સાંજે 7 વાગ્યે ઘરે જતા રહે છે. કોરોના પહેલા કાપડ વેપારી સવારે 10 વાગ્યે આવી રાતે 9 થી 10 વાગ્યા સુધી માર્કેટમાં બેસતા,  પરંતુ કોરોનાએ વેપારીઓની હાલત કફોડી કરી નાંખી છે. એક અંદાજ પ્રમાણે 1500 કરોડનું  નુકસાન જઈ રહ્યું છે,અને વેપારી દિવસે ને દિવસે જાણે કાપડ નો વેપાર ગુમાવી રહ્યો હોય એ રીતની સ્થિતિ સર્જાઈ છે.

લગ્નની તૈયારીનો સ્ટોક પણ માથે પડતા વેપારીઓ અટવાયા છે. જ્યારે એક દિવસ છોડી એક દિવસ પર યુનિટ ચાલે છે. સાથે જ લુમ્સ પણ જાણે ઓક્સિજન પર મુકાયા છે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..