invitation card/ કંકોત્રીને કોરોના – ક્યાંક વોટ્સ અપથી આમંત્રણ તો ક્યાંક પ્રતિબંધો જવાબદાર…

લગ્ન પ્રસંગ કે પછી કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે, પછી બર્થ ડે કે એનિવર્સરી પાર્ટી યોજવાની હોય, ત્યારે સૌને પહેલા જ યાદ આવે એ છે… નિમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રી.. જ્યારે

Gujarat Others
kankotri કંકોત્રીને કોરોના - ક્યાંક વોટ્સ અપથી આમંત્રણ તો ક્યાંક પ્રતિબંધો જવાબદાર...

લગ્ન પ્રસંગ કે પછી કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે, પછી બર્થ ડે કે એનિવર્સરી પાર્ટી યોજવાની હોય, ત્યારે સૌને પહેલા જ યાદ આવે એ છે… નિમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રી.. જ્યારે કોઈ પણ ફંકશનમાં મહેમાનોને આમંત્રણ આપવાનું હોય ત્યારે કંકોત્રી કે જે નાનાથી માંડીને મોટા પ્રસંગોમાં પણ અનિવાર્ય છે તે યાદ આવે. પ્રસંગની વાત આવે કે થાય ત્યારે સૌની નજર કંકોત્રી પર હોય છે. કંકોત્રી વગર કોઈ પણ પ્રસંગનું આયોજન થઈ શકે જ નહીં. પરંતુ આ તો છે કોરોનાકાળ અને તમામ પ્રસંગોમાં કોરોના માર્ગદર્શીકા ફરજીયાત રીતે ફોલો કરવાનો કપરો સમય અને ત્યારે તો આજે આપણે જણાવાની કોશિશ કરીશું કે આ કપરા કોરોનાકાળમાં કંકોત્રીનાં વ્યસાયની પરિસ્થિમાં શું છે.

Shubh Card And Kankotri, Bhuj Din Dayal Nagar - Printers For Visiting Card  in Bhuj - Justdial

  • કંકોત્રીને કોરોના 
  • ઓછા આમંત્રિતોના આગ્રહ વચ્ચે કંકોત્રી વિસરાઇ
  • ક્યાંક વોટ્સ અપથી આમંત્રણ તો ક્યાંક પ્રતિબંધો જવાબદાર
  • લગ્નમાં ઓછા ખર્ચાનો ટ્રેન્ડ પણ કારણભૂત
  • સાદાઇથી લગ્ન કરવાના છે તો કંકોત્રીનું શું કામ ?
  • કંકોત્રીના વ્યવસાયને નડ્યો કોરોનાકાળ

સારા પ્રસંગે કંકોત્રીનું સૌથી મોટું મહત્વ હોય છે. લોકો લગ્નપ્રસંગે કે અન્ય કોઇ સારા પ્રસંગે સારી કંકોત્રી છપાવવામાં લોકો મબલખ રૂપિયા ખર્ચી નાખતા હોય છે, પરંતુ હાલ ચાલતી કોરોના મહામારીને પગલે કંકોત્રી ક્યાંક ભૂલાઇ જ ગઇ છે. સાદગીપૂર્ણ લગ્નોમાં હવે લોકો ડીજીટલ કંકોત્રી તરફ વળ્યા છે. આમ જુના જમાનાથી માંડીને નવા આધુનિક યુગમાં જે પરંપરા નથી બદલાઈ એ પણ બદલાવવા લાગી છે. કોરોનાકાળે આમ તો દેશ-દુનિયામાં આર્થિક પાયમાલી લાવી દીધી જ છે અને કોરોના વાયરસના કારણે તમામ વેપાર ધંધાઓ પડી ભાગ્યા છે, તેમાં કંકોત્રીના વ્યવસાયનો પણ સમાવેશ થાય જ છે.

Kankotri ::

  • લગ્નમાં હાલ 100 લોકોને જ અપાય છે આમંત્રણ
  • 100 લોકો માટે ક્યાં કરે કંકોત્રીનો ખર્ચ
  • કંકોત્રીના વ્યવસાયને લાગ્યો સાદગીનો ઝટકો

સરકારે કોરોના કાળમાં લગ પ્રસંગ કે પછી અન્ય સામાજિક પ્રસંગ યોજવાની તો અમુક શરતોને આધીન પરવાનગી આપી દીધી છે. ત્યારે ગૃહવિભાગે ફક્ત 100 જ મહેમાનોને જ લગ્ન પ્રસંગમાં બોલાવી શકશે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે જેના કારણે લોકો પહેલાની જેમ કંકોત્રી માટે હવે ખર્ચો કરી રહ્યા નથી. કારણકે સાદાઈ થી જ પ્રસંગ યોજવાનો હોય છે. એટલે કે લગ્નની સીઝનમાં પણ કંકોત્રી નો વ્યવસાય પહેલાની જેમ જામ્યો નથી. કારણકે ક્યાંક ને ક્યાંય લોકોમાં કોરોના વાયરસનો ભય પણ જોવા મળ્યો છે.

Indian Wedding Cards - Hindu Wedding Cards - Red and Gold Ganesh Kankotri.  | Hindu wedding cards, Wedding invitation cards, Wedding cards

  • ગાઇડલાઇનનું નિયમ જુએ તો સામાજિક સંબંધોને પહોંચે છે અસર
  • મોટાભાગના લોકો લગ્ન પ્રસંગને ટાળી રહ્યા છે

સરકારે પ્રસંગો યોજવા માટેની ગાઈડ લાઈન બહાર પાડી છે જેને લઇ કેટલાક લોકો સામાજિક સંબંધો સાચવવા માટે લગ્ન હાલ પૂરતા મોકુફ કરી રહ્યા છે તો બીજીતરફ કેટલાક લોકો લગ્ન કરે તો કંકોત્રીની પરંપરા પાછળ રૂપિયા ખર્ચતા અટકાઇ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કંકોત્રીના વ્યવસાયિકોને પારાવાર નુકસાની થઇ રહી છે.

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…