Not Set/ વિશ્વમાં કોરોનાની સૂનામી યથાવત,કોરોનાના નવા 25 લાખ કેસ

આ મહમારીએ સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે. યુરોપ સહિત અનેક દેશોમાં કોરોનાના લીધે ભયાવહ સ્થિતિ જોવા મળે છે.

Top Stories World
2 3 વિશ્વમાં કોરોનાની સૂનામી યથાવત,કોરોનાના નવા 25 લાખ કેસ

24 કલાકમાં વિશ્વમાં રેકોર્ડ 25 લાખ કેસ
એકલા USમાં 24 કલાકમાં જ 7 લાખ કેસ
24 કલાકમાં USમાં 1,800થી વધુના મોત
USમાં એક્ટિવ કેસ હવે દોઢ કરોડને પાર
કોરોનાના સુપર સ્ટોર્મમાં ફસાયું ફ્રાન્સ
ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.32 લાખ કેસ
ફ્રાન્સમાં એક્ટિવ કેસ 25 લાખની નજીક
UKમાં 24 કલાકમાં 1.94 લાખ નવા કેસ
UKમાં એક્ટિવ કેસ હવે 31 લાખને પાર
ઇટાલીમાં 24 કલાકમાં 1.89 લાખ કેસ
સ્પેનમાં 24 કલાકમાં 1.37 લાખ નવા કેસ
આર્જેન્ટિનામાં 24 કલાકમાં 95 હજાર કેસ
તુર્કીમાં 24 કલાકમાં 66 હજાર નવા કેસ
ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો મહા કોહરામ
24 કલાકમાં જ નોંધાયા 64 હજાર કેસ

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ફરી એકવાર આ મહમારીએ સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે. યુરોપ સહિત અનેક દેશોમાં કોરોનાના લીધે ભયાવહ સ્થિતિ જોવા મળે છે. છેલ્લા 24 કલાકના સત્તાવર આંકડાકીય માહિતી પર નજર નાંખીએ તો આંકાડા ચોકાવનાર છે. એક જ દિવસમાં અમેરિકામાં 1800 લોકોના મોત નિપજ્યા છે. અને એક્ટિવ કેસ દોઢ કરોડને પાર જોવા મળે છે. ફ્રાન્સની સ્થિતિ પણ ગંભીર છે, અહીંયા કોરોનાના 3.32 લાખ કેસ જોવા મળ્યા છે અને એકટિવ કેસ 25 લાખની નજીક પહોચ્યા છે. ઇંગ્લેન્ડમાં 1,94 લાખ કેસ નોંધાયા છે,જ્યારે એક્ટિવ કેસ 31 લાખને પાર જોવા મળ્યો છે, ઇટાલીમાં 1,89 કેસ,સ્પેન 1,37 લાખ,ઓર્જેન્ટિનામાં 95 હજાર કેસ,તુર્કીમાં 66 હજાર,ઓસ્ટ્રેલિયમાં 64 હજાર કેસ નોંધાયા છે.