કોરોના રસીકરણ કૌભાંડ/ જૂનાગઢમાં કોરોના વેક્સિનેશન કૌભાંડઃ જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલાના નામનું સર્ટિફિકેટ

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનેશનનું જબરજસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં કોરોનાના રસીકરણના બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Corona Vaccination Scam જૂનાગઢમાં કોરોના વેક્સિનેશન કૌભાંડઃ જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલાના નામનું સર્ટિફિકેટ

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનેશનનું Corona Vaccination Scam જબરજસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં કોરોનાના રસીકરણના બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે. આ બોગસ પ્રમાણપત્ર પાછા ફિલ્મસ્ટારોના નામે બનાવવામાં આવ્યા છે. જયા બચ્ચન, મહિમા ચૌધરી તથા જૂહી ચાવલાના નામનું કોરોના રસીકરણનું પ્રમાણપત્ર મળી આવ્યું છે. મેદપરા અને મોટી મોણપરી  કેન્દ્રનું Corona Vaccination Scam આ કૌભાંડ હોવાનું મનાય છે. દરેક કેન્દ્રને 100 ટકા રસીકરણની હાકલ કરાઈ હતી અને કેટલાય સ્થળોએ લોકો આવતા ન હોવાના પગલે પૂર્ણ રસીકરણ દર્શાવવા માટે આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું મનાય છે.

હવે આ કૌભાંડ ઘણા મોટા સવાલો જન્માવે તેમ છે. કોરોનાનું રસીકરણ તો આધાર સાથે જોડાયેલું છે તો Corona Vaccination Scam આ ફિલ્મસ્ટારોના નામનું પ્રમાણપત્ર કેવી રીતે ફાટ્યુ. તે ફિલ્મસ્ટારોના ફોન કે આધાર નંબર તો ના જ હોયને. સ્વાભાવિક રીતે આ ફિલ્મસ્ટારોના નામે બોગસ નંબર ખરીદવામાં આવ્યા તો તેનો સીધો અર્થ એમ થાય કે તેમના બોગસ આધાર પણ બન્યા છે અને તેના આધારે બોગસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

વાસ્તવમાં ગુજરાત આરોગ્ય સત્તાવાળાઓની સાથે પોલીસ સત્તાવાળાઓ માટે Corona Vaccination Scam પણ તપાસનો મોટો વિષય છે. રાજ્યના જૂનાગઢ જેવા અંતરિયાળ વિસ્તારમાં આધાર પ્રમાણિત બોગસ કોરોના પ્રમામપત્ર બની શકતા ન હોય તો બીજું શું ન બની શકે. આ તો રીતસરની વડાપ્રધાન મોદીના 100 ટકા રસીકરણની ઝુંબેશની રીતસરની હાંસી ઉડાડવામાં આવે છે. હવે જો આ સમગ્ર પ્રકરણની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો બીજા કેટલાય કૌભાંડ પણ બહાર આવી શકે છે. સવાલ એ છે કે દરેક બાબત માટે આ પ્રકારના બોગસ પ્રમાણપત્ર મળી રહે છે ક્યાંથી.

આટલા મોટા સ્ટારના નામે આ રીતે બોગસ પ્રમાણપત્ર કોઈપણ કેવી રીતે બનાવી શકે. Corona Vaccination Scam આ કૌભાંડની સત્તાવાળાઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો તેમાથી કોરોના કરતાં પણ વધારે ચોંકાવનારા તારણો નીકળી શકે છે. કોરોનાના રસીકરણના આ કૌભાંડમાં કોણે ખિસ્સા ગરમ કર્યા અને ક્યાં કોના ખિસ્સા ખાલી થયા તેની પણ તપાસ કરવી પડશે. આ કૌભાંડનો વ્યાપ કેટલો છે અને તે ફક્ત જૂનાગઢ પૂરતું જ સીમિત છે કે આગળ ફેલાયેલું છે તે પણ જોવું પડશે. તેની જોડે કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી પણ કરવી પડશે. ફક્ત જૂનાગઢ જ નહી રાજ્યના કેટલા વિસ્તારોમાં કોરોનાની રસીકરણને આ જ રીતે ફારસ બનાવી દેવાયું છે કે નહીં તે જોવું પડશે.

 

આ પણ વાંચોઃ કાનાણી-બસ ઓપરેટર વિવાદ/ કાનાણી-બસ ઓપરેટર વિવાદઃ મુસાફરો કરમાયા, રીક્ષાચાલકો કમાયા

આ પણ વાંચોઃ રેલ્વે વિદ્યુતીકરણ/ UP સહિત ઉત્તરપૂર્વ રેલવેમાં 100% વિદ્યુતીકરણ પૂર્ણ

આ પણ વાંચોઃ તાજિકિસ્તાન ભૂકંપ/ તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કી-સીરિયાની યાદ અપાવી