Not Set/ સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં

રાજ્યમાં કોરોના કેસનો ગ્રાફ દિવસને દિવસે ઉપર જતો દેખાઇ રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં કોરોનાનો ફેલાવો એકવાર ફરી થઇ ગયો છે.

Gujarat Surat
1 123 સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં
  • સુરત કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં
  • સિવિલના એક, સ્મિમેરના 2 ડોકટર સંક્રમિત
  • 15 ખાનગી ડોકટરો પણ કોરોનાની ઝપેટમાં
  • 2 પીએસઆઇ,1 પોલીસ જવાન પણ પોઝિટિવ
  • સુરત મનપાના એક કર્મચારી પણ સંક્રમિત
  • 28 વિદ્યાર્થીઓ પણ કોરોનાના કહેરમાં પોઝિટિવ
  • વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 36 વ્યક્તિઓ સંક્રમિત
  • મસ્કતી હોસ્પિટલના કાઉન્સેલર કોરોનાની ઝપેટમાં
  • હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 વ્યક્તિ પોઝિટિવ
  • ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલા 15ને કોરોના

રાજ્યમાં કોરોના કેસનો ગ્રાફ દિવસને દિવસે ઉપર જતો દેખાઇ રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં કોરોનાનો ફેલાવો એકવાર ફરી થઇ ગયો છે. ત્યારે જો સુરતની વાત કરીએ તો અહી હવે સામાન્ય લોકોની સાથે હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યા છે.

1 124 સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં

મોટા સમાચાર: સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાનો ફેલાવો ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સારવાર કરતા ડોક્ટર પણ હવે આ વાયરસની ઝપટમાં આવવા લાગ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સિવિલનાં 1, સ્મિમેરનાં 2 ડોક્ટરો કોરોના સંક્રમિત છે. વળી 15 ડોક્ટરો એવા છે કે જેઓ ખાનગી દવાખાનામાં છે, તેવો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ ઉપરાંત સુરતમાં સુરક્ષાની જવાબદારી જે પોલીસકર્મીઓનાં હાથમાં છે ત્યા પણ કોરોનાએે પોતાનો પગપેસારો કરી દીધો છે. સુરતમાં 2 PSI, 1 પોલીસ જવાન સંક્રમિત થયા હોવાના સમાચાર છે. વળી સુરત મનપાનાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેે.

1 125 સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં

Covid-19 / વિશ્વનાં ટોચનાં દેશોમાં ભારત કોરોનાનાં નવા કેસમાં અવ્વલ

સુરતમાં બેકાબુ બનેલા કોરોનાએ વિદ્યાર્થીઓને પણ પોતાની ઝપટમાં લેવાની શરૂઆત કરી દીધી છે. શહેરમાં 28 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 36 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. વળી મસ્કતી હોસ્પિટલનાં કાઉન્સલર, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 વ્યક્તિ અને ટેક્સટાઇલનાં વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ