Not Set/ કોરોના ! એ તે વળી શું..? ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં નથી ભટક્યો હજુ સુધી કાળમુખો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કારિયાણી ગામમાં હજુ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયા. લોકડાઉનનો કડક પણે અમલ કરાવતા સરપંચ ગામના પ્રવેશ દ્રારા પર ફાટક મુકી આવતા જતા

Gujarat Others
corona no entry કોરોના ! એ તે વળી શું..? ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં નથી ભટક્યો હજુ સુધી કાળમુખો

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કારિયાણી ગામમાં હજુ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયા. લોકડાઉનનો કડક પણે અમલ કરાવતા સરપંચ ગામના પ્રવેશ દ્રારા પર ફાટક મુકી આવતા જતા લોકોની રજીસ્ટરમાં નોધ કરી હાથ સેનેટાઇઝથી સાફ કરી ફરજીયાત માસ્ક પહેરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. અને બાહાર ગામથી આવતા લોકોને ફરજીયાત કોરોના ટેસ્ટીંગ બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.

  • કોરોના ! એ તે વળી શું ?  
  • સુરેન્દ્રનગરનું એક અનોખું ગામ
  • જ્યાં કોરોનાએ નવ મહિને પણ નથી કર્યો પ્રવેશ
  • સતર્કતા, સાવધાનીથી રહ્યા છે સુરક્ષિત
  • જાગૃત નાગરિકો છે જવાબદાર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાથી 12 કીમી દૂર આવેલ કારિયાણી ગામ, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અંદાજે 1100થી વધુ વસ્તીવાળું આ ગામ છે. તેમજ લોકડાઉન અને કોરોના વાયરસની ગાઈડલાઈન જ્યારથી જાહેર કરવામાં આવી છે. ત્યારથી આ ગામમાં ચુસ્તરીતે નિયમનું પણ પાલન કરવામાં આવે છે.

kariyani કોરોના ! એ તે વળી શું..? ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં નથી ભટક્યો હજુ સુધી કાળમુખો

સરપંચની ચુસ્તતા અને ગામલોકોના સહકારે કોરોનાને ગામથી દૂર રાખ્યા છે. ગામની અંદર પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર તમામ લોકોને પૂછપરછ બાદ પ્રવેશ આપવામાં આવતો તેમજ જે કોઈ બહારથી આવતા તેવા લોકોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોય પછી ગામમાં પ્રવેશ આપવામાં આવતો. તેમજ 14 દિવસ માટે હોમકોરન્ટાઈટ પણ કરવામાં આવતા હતા. તેમજ ગામમાં કોઈપણ જાતના ફેરિયાઓને પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો. તેમજ શાકભાજી પણ ગામમાં વાવેલ હોય તેનો ધોઈને ઉપયોગ કરવામાં આવતો.

Varshaben Doshi on Twitter: "Happy to share that my adopted village # Kariyani becomes the first village in Gujarat to commence computer classes for girls under #PMKVY… https://t.co/z5d5Xq76t6"

ગામ તરફના બંને પ્રવેશદ્વાર ઉપર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. ગામને તબક્કાવાર ત્રણ વખત સેનેટાઈઝર કરાયું છે. પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ કારિયાણી ગામને દત્તક લીધું છે. બહારગામથી હજુ પણ લોકો આવે તો તેની દેખરેખ રાખવામાં આવે છે. તેમજ કોરોનાનો કેસ એક પણ ગામમાં ન આવે તે માટે સમગ્ર ગામ એક થઈને લડે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને સરપંચ દ્વારા લોકોને જણાવ્યું છે કે, કારીયાણી ગામ જેમ જ બીજા ગામ પણ પોતાની જવાબદારી સમજી સાવચેતીના ભાગ રૂપે નિયમોનું પાલન કરે. તેમજ બધા ગામમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે, તો કોરોના સામેનો જંગ ચોક્કસ જીતી શકાશે.

The Kariyani Village system in Surendranagar is so strong that not a single case of Corona in 9 months

ગામ અને ગામનાં નિયમો ચુસ્ત છે કે, કોરોનોને એન્ટ્રી કરવાનો ગામલોકોએ કોઇ માર્ગ જ ખુલ્લો રાખ્યો નથી. ગામમાં એકપણ ફેરિયાને પ્રવેશ નહીં, શાકભાજી ધોઇને જ ખાવાનો આગ્રહ, માસ્ક ફરજીયાત, સોશિયલ ડિસ્ટન્સીંગનું પુરતુ ધ્યાન, હાથ વારંવાર સેનેટાઇઝ વિગેર તમામ કોરોના સામે લડવાની માર્ગદર્શીકા અહીં ફરજીયાત છે. ખાસ બાબત તો તે છે કે, અહીં ઘડવામાં આવતા કે નક્કી કરવામાં આવતા તમામ નિયમો ગામ લોક અને ગામનાં તમામ મોટા માથાઓ પણ પાળે છે. સંયમ છે એટલે જ તો દુરી છે કોરોનાથી… ગુજરાતભરમાં કોરોના જ્યારે હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતનાં તમામ ગામો અને શહેરીજનો માટે પણ આ નાનકડુ કારિયાણી ગામ એક ઉદાહરણ સમાન છે.

આ પણ જુઓ – કોરોના ! એ તે વળી શું?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…