Covid-19/ અંતિમ સમયે રાષ્ટ્રપતિ બિડેનનાં સંપર્કમાં આવેલા વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કોરોના સંક્રમિત

વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન સાકીએ રવિવારે કહ્યું કે, તે કોરોના વાયરસ (કોવિડ-19 ચેપ) થી સંક્રમિત છે. તેની બોડીમાં સંક્રમણનાં હળવા ચિહ્નો જોવા મળ્યા છે.

Top Stories World
વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ

વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન સાકીએ રવિવારે કહ્યું કે, તે કોરોના વાયરસ (કોવિડ-19 ચેપ) થી સંક્રમિત છે. તેની બોડીમાં સંક્રમણનાં હળવા ચિહ્નો જોવા મળ્યા છે. 42 વર્ષીય સાકીએ કહ્યું કે, તે છેલ્લી વખત અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનાં સંપર્કમાં આવી હતી. તેણી મંગળવારે તેમને મળી હતી.

આ પણ વાંચો – Political / દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

જોકે બન્ને 6 ફૂટનાં અંતરે હતા અને બન્નેએ માસ્ક પહેરેલા હતા. રાષ્ટ્રપતિ બિડેન વારંવાર કોરોનાનો રિપોર્ટ કરાવે છે. શનિવારે પણ તેમણે રિપોર્ટ કરા્વયો હતો જે નેગેટિવ આવ્યો હતો. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. આ સમયે, જો બિડેન G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલીનાં રોમ શહેરમાં ગયા છે. આ પછી, તેઓ સોમવારે COP-26 કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સ્કોટલેન્ડનાં ગ્લાસગો સિટી (ગ્લાસગો ક્લાઇમેટ પ્રોગ્રામ) પહોંચશે. યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ ક્લાઈમેટ કોન્ફરન્સ અથવા કોન્ફરન્સ ઓફ પાર્ટી 26 (COP26)નું અહીં આયોજન કરવામાં આવ્યું છે. સાકી પણ બિડેન સાથે રોમની મુલાકાતે જવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ તેમનો પ્લાન કેન્સલ થઈ ગયો હતો. કારણ કે સાકીને ખબર પડી કે તેમના પરિવારનાં સભ્યો કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા છે. સાકીએ કહ્યું, ‘જ્યારથી મને ખબર પડી કે મારા પરિવારનાં સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારથી હું ક્વોરેન્ટાઇનમાં છું. મારો કોવિડ રિપોર્ટ બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે નેગેટિવ આવ્યો હતો. જોકે આજે મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારથી મારો વ્હાઇટ હાઉસ સ્ટાફ અને પ્રમુખ કે વરિષ્ઠ સભ્યો સાથે કોઇ અંગત સંપર્ક થયો નથી. અને છેલ્લી વખત તેમના સંપર્કમાં આવ્યા પહેલા સતત ચાર દિવસ સુધી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હું આજે પારદર્શિતા માટે કહી રહી છું કે હું કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છું.

આ પણ વાંચો – અહેવાલ / NCRBના રિપોર્ટમાં ખુલાસો દેશમાં પ્રતિદિન 31 બાળકોએ કરી રહ્યા છે આત્મહત્યા,કોરોનાના લીધે માનસિક તણાવ

વ્હાઇટ હાઉસ સ્ટાફ અને જો બિડેન સાથે મુસાફરી કરી રહેલા અન્ય લોકોનું દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત તે તમામનું સંપૂર્ણ રસીકરણ પણ કરવામાં આવ્યું છે. કેટલાક અધિકારીઓને બૂસ્ટર ડોઝ મળ્યા છે. કારણ કે તેમને તેમના કામનાં કારણે સતત મુસાફરી કરવી પડે છે. 27 સપ્ટેમ્બરે, અમેરિકનો માટે ત્રીજો ડોઝ (બૂસ્ટર ડોઝ) મંજૂર થયા પછી તુરંત જ, રાષ્ટ્રપતિ જો બિડેનને કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો. વ્હાઇટ હાઉસનાં ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયર રોમનાં પ્રવાસે બિડેનની સાથે છે. સાકીએ કહ્યું છે કે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અને 10 દિવસની ક્વોરેન્ટાઈન બાદ તે કામ પર પરત ફરશે.