Not Set/ #CoronaEffect/ દેશમાં લોકો થઇ રહ્યા છે બેરોજગાર, ચારમાંથી એક વ્યક્તિ પાસે નથી આજે કોઇ કામ

ભારત માટે કોરોના વાયરસે મોટુ સંકટ ઉભુ કર્યુ છે. એક તરફ વાયરસ પોતે એક સંકટ બનીને બેઠો છે અને બીજી તરફ રોજગારનો સંકટ ઉભો થયો છે. કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ભારતમાં લોકોનાં રોજગારમાં ભારે ઘટાડો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) નાં અનુસાર, 3 મે નાં રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર […]

Business
e23cbbfb6c79fcc175f808cafa5e64e3 #CoronaEffect/ દેશમાં લોકો થઇ રહ્યા છે બેરોજગાર, ચારમાંથી એક વ્યક્તિ પાસે નથી આજે કોઇ કામ

ભારત માટે કોરોના વાયરસે મોટુ સંકટ ઉભુ કર્યુ છે. એક તરફ વાયરસ પોતે એક સંકટ બનીને બેઠો છે અને બીજી તરફ રોજગારનો સંકટ ઉભો થયો છે. કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ભારતમાં લોકોનાં રોજગારમાં ભારે ઘટાડો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) નાં અનુસાર, 3 મે નાં રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 27.11 ટકા થયો છે, એટલે કે ચારમાંથી એક વ્યક્તિ બેરોજગાર બની ગયો છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી વધુ બેરોજગારીનો દર છે.

મુંબઈનાં થિંક ટેન્ક સીએમઆઈઈ એ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર સૌથી વધુ 29.22 ટકા રહ્યો, જ્યાં ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને કારણે કોરોનામાં સૌથી વધુ રેડ ઝોન છે. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 26.69 ટકા હતો. બેરોજગારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચવાનો અર્થ એ છે કે રોજગારની ઘણી તંગી છે અને ચારમાંથી એક વ્યક્તિને કામ મળતું નથી. આ આંકડામાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના પણ છે. આશરે 2,800 આઈટી કંપનીઓની સંસ્થા નૈસ્કોમે પણ છટણી કરવાની ચેતવણી આપી છે.

નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાને કારણે ભારત સહિત સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા સ્થિર થઈ છે. ભારતમાં, લગભગ 40 દિવસનાં બે તબક્કાનાં લોકડાઉનમાં, ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ હતો. લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં નરમાઈ હોવા છતાં ઉદ્યોગોનું પૈડું બરાબર ચાલી રહ્યું નથી. આવી સ્થિતિમાં રોજગારની અપેક્ષા રાખી શકાય તેમ નથી. મોટા શહેરોમાંથી હજારો પરપ્રાંતિય કામદારો વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે દેશની આર્થિક સ્થિતિને સુધારવામાં સરકાર કયા પગલા ભરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.