Not Set/ મોરબીમાં ફરી કોરોનાની એન્ટ્રી, ધો 12ના વિદ્યાર્થીને કોરોના

મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ આજે એક 16 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ…

Gujarat Others
મોરબીમાં
  • મોરબીમાં ધો 12ના વિદ્યાર્થીને કોરોના
  • મોરબી શહેરની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીને કોરોના
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી
  • આરોગ્ય વિભાગ અને જિ.વહીવટી તંત્ર એલર્ટ
  • વિદ્યાર્થીઓ સાથે ભણતા અન્ય વિદ્યાર્થીના કરાશે ટેસ્ટ

છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યુ છે.  એવામાં મોરબીમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. જેમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આથી સલામતીના ભાગરૂપે આ સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાઈ છે.

આ પણ વાંચો :અમદાવાદમાં સાસરિયાનાં ત્રાસથી વધુ એક પરિણીતાએ કર્યો આપઘાત

મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ આજે એક 16 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ 16 વર્ષનો વિદ્યાર્થી મોરબી શહેરની નવયુગ વિદ્યાલય માં વિજ્ઞાન પ્રવાહમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : બગોદરા નજીક ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

આથી સલામતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય તમામ વિદ્યાર્થીઓના અને શાળાના સ્ટાફ ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે શાળામાં હવે કોરોનાનો પગપસેરો થતા ડરવાને બદલે આરોગ્ય તંત્રએ લોકોને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે અને સરકારની કોરોના ગાઈડલાઈનની ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : મોરબીમાં અનુભવાયા 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં છવાયો ભયનો માહોલ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.  રાજ્યમાં 394 કેસ નોંધાયા છે.  બીજી તરફ 59  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. 2,20,086  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો ખેડૂતલક્ષી યોજનાઓનો સહાય વિતરણ કાર્યક્રમ

આ પણ વાંચો : લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીએ રાયફલ શુટિંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો