Covid-19/ દુનિયામાં કોરોનાનો આંક પહોંચ્યો 30.99 કરોડથી વધુ, સૌથી વધુ પ્રભાવિત અમેરિકા

દુનિયામાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે લોકોએ એકબીજાથી દૂર રહેવાની ફરજ પડી છે. આની પાછળ ચીનમાંથી ઉદ્ભવેલો કોરોનાવાયરસ છે કે જેણે સમગ્ર દુનિયામાં તેનો કહેર વરસાવ્યો છે.

Top Stories World
World Covid

દુનિયામાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે લોકોએ એકબીજાથી દૂર રહેવાની ફરજ પડી છે. આની પાછળ ચીનમાંથી ઉદ્ભવેલો કોરોનાવાયરસ છે કે જેણે સમગ્ર દુનિયામાં તેનો કહેર વરસાવ્યો છે. જેમા ખાસ કરીને અમેરિકા અને યુરોપનાં દેશનો સમાવેશ થાય છે.

World Corona

આ પણ વાંચો – મોંઘવારી મુદ્દે વિરોધ મામલે / કઝાકિસ્તાનમાં હિંસા અને પ્રદર્શન દરમિયાન 3 બાળકો સહિત 164 લોકોનાં મોત,7939 લોકોની અટકાયત

આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 30.99 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 54.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.44 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 309,997,915, 5,494,246 અને 9,442,973,033 થઈ ગઈ છે. CSSE અનુસાર, દુનિયાનાં સૌથી વધુ કેસ અને મોત 61,457,928 અને 839,451 ની સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. આ પછી, બ્રાઝિલમાં કોરોનાનાં 22,529,183 કેસ છે જ્યારે 620,251 લોકો મૃત્યુ પામ્યા છે.

World Corona Vaccine

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

CSSE ડેટા અનુસાર, 50 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (1,47,06,565), ફ્રાન્સ (1,23,12,242), રશિયા (1,04,85,705), તુર્કી (1,00,45,658), જર્મની (75,70,361), ઇટાલી (75,54,344), સ્પેન (74,57,300), આર્જેન્ટિના (63,99,196), ઈરાન (62,08,337) અને કોલંબિયા (53,57,767) છે. વળી આ ઉપરાંત 100,000 થી વધુ મૃત્યુઆંકને વટાવી ચૂકેલા દેશોમાં રશિયા (3,10,513), મેક્સિકો (3,00,334), પેરુ (2,03,067), યુકે (1,50,712), ઇન્ડોનેશિયા (1,44,136), ઇટાલી (1,39,265), ઈરાન (1,39,265), કોલમ્બિયા (1,39,151), ફ્રાન્સ (1,26,708), આર્જેન્ટિના (1,17,543), જર્મની (1,14,127) અને યુક્રેન (1,03,716) જેવા દેશ સામેલ છે.