Not Set/ કિશ્વર મર્ચન્ટના ઘરે કોરોનાનો કહેર, અભિનેત્રીનો ચાર મહિનાના દીકરો થયો સંક્રમિત

અભિનેત્રી કિશ્વર મર્ચન્ટનો ચાર મહિનાનો પુત્ર પણ હવે આ વાયરસની ઝપેટમાં આવી ગયો છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સમાચાર શેર કર્યા છે કે તેનો ચાર મહિનાનો પુત્ર કોરોના પોઝિટિવ છે.

Entertainment
કિશ્વર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી બાદ હવે ટીવીની દુનિયામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટી રહ્યો છે. એક પછી એક અભિનેતાઓ અને અભિનેત્રીઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ઘણા ટીવી કલાકારો અને અભિનેત્રીઓ આ વાયરસની ઝપેટમાં આવી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટર નકુલ મહેતાનો પુત્ર સુફી કોવિડ-19 પોઝિટિવ છે, હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટનો ચાર મહિનાનો પુત્ર પણ હવે આ વાયરસની ઝપેટમાં આવી ગયો છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સમાચાર શેર કર્યા છે કે તેનો ચાર મહિનાનો પુત્ર કોરોના પોઝિટિવ છે.

આ પણ વાંચો :હવે ઈશા ગુપ્તા આવી કોરોના પોઝિટિવ, સો. મીડિયા પર આપી માહિતી

અભિનેત્રીનો ચાર મહિનાનો પુત્ર કોરોના પોઝિટિવ

ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે તેનો ચાર મહિનાનો પુત્ર નિરવેર હવે કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ આ પોસ્ટ તેના પતિ સુયશને સમર્પિત કરી અને કહ્યું કે તેના પતિ સુયશે તેને આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણો સાથ આપ્યો. આ પોસ્ટ કિશ્વરે તેની અને સુયશની ડેટિંગ એનિવર્સરી પર શેર કરી હતી. આ સાથે, એક્ટ્સે જણાવ્યું કે તેના પતિએ આ પરિસ્થિતિઓને કેટલી સમજદારીપૂર્વક સંભાળી અને કેવી રીતે તે તેની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ બની.

Instagram will load in the frontend.

આ સાથે કિશ્વર મર્ચન્ટે એ પણ શેર કર્યું કે સૌથી પહેલા તેમના પુત્રની આયા કોરોના પોઝિટિવ હતી. જે બાદ તેની હાઉસ હેલ્પ સંગીતા પણ કોરોના પોઝિટિવ નીકળી. ત્યારબાદ તેના પતિ સુયશનો પાર્ટનર સિદ પણ તેની સાથે રહેતો આ વાયરસની ઝપેટમાં આવી ગયો હતો. અંતે અભિનેત્રીના ચાર મહિનાના પુત્રને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક્ટ્રેસે આ પોસ્ટ શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના પુત્રના જલ્દી સાજા થવાની શુભકામનાઓ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો :શાહરૂખ ખાનનો બંગલો ઉડાવી દેવાની ધમકી, આરોપીની જબલપુરમાંથી કરાઇ ધરપકડ

આ પણ વાંચો :અભિનેતા સોનુ સૂદની બહેન કોંગેસમાં સામેલ થશે!સોમવારે સત્તાવાર જાહેરાત થઇ શકે છે

આ પણ વાંચો :કેટરિના કૈફે શેર કરી પતિ વિકી કૌશલ સાથેની રોમેન્ટિક તસવીર, લગ્નને એક મહિનો થયો પૂરો

આ પણ વાંચો :Hrithik Roshan નાં જન્મ દિવસે તેના જીવનમાં આવ્યો આ નાનો સભ્ય