Corona Update/ યુકેમાં કોરોના નવા સ્ટ્રેનનો કોહરામ, નવા 62, 300 કેસ, 1041 નાગરિકોના મોત

સમગ્ર વિશ્વ છેલ્લા આઠ-નવ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું.યુકેમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે 62,300 કેસ

Top Stories World
1

સમગ્ર વિશ્વ છેલ્લા આઠ-નવ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું.યુકેમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે 62,300 કેસ નોંધવામાં આવ્યા છે. સતત નવમા દિવસે યુકેમાં 50,000થી વધુ કેસ નોંધાયા છે.એટલું જ નહીં તે નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે. નવા 62, 300 કેસ ઉપરાંત 1041 નાગરિકોના મોત નિપજ્યા છે.

Coronavirus: new survey suggests UK public supports a long lockdown

બ્રિટિશ સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં દર 50 વ્યક્તિ એક વ્યક્તિ કોરોના પોઝીટીવ છે જ્યારે લન્ડનમાં દર 30 વ્યક્તિએ એક વ્યક્તિ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એસી વર્ષથી વધુ ઉંમરના 23 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી હોવાનું પણ બ્રિટિશ સરકારના સુત્રો એ જાહેર કર્યું છે.આ પરિસ્થિતિના કારણે સમગ્ર ઇંગ્લેન્ડ વાસીઓની સુરક્ષા માટે વડાપ્રધાન બોરિસ જોન્સને સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉનની લંબાવવાની જાહેરાત કરી હતી.

A Lockdown With Loopholes: England Faces New Virus Restrictions - The New  York Times

કોરોનાનો નવો સ્ટ્રેન 50 થી 70 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે, જેના કારણે લોકડાઉનનું તેનું અમલીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર ઇંગ્લેન્ડમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાતના પગલે હવે શાળા અને કોલેજો ફરીથી બંધ રહેશે તેમજ ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ શાળા-કોલેજોની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ગત માર્ચ મહિના જેવું જ લોકડાઉન અમલી બનાવવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…