ભારતભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને દિનપ્રતિદિનઆ જીવલેણ વાયરસના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ૧ લાખથી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે હવે બોલીવુડમાં પણ કોરોનાનો ભરડો આવ્યો છે.
આ પણ વાંચો : પોસ્ટપોન નહીં થાય યશ ની KGF Chapter 2 , રોકિંગ સ્ટારે જન્મદિવસ પર શેર કર્યું નવું પોસ્ટર
બોલીવુડમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે હવે બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી.
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, “હું કોવિડ પોઝિટિવ થયો છુ. સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ હતો તેમ છતા હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. હાલમાં, પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધો છે. તાજેતરના દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, પ્લીઝ પોતાનો ટેસ્ટ કરાવી લે. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરે”.
આ પણ વાંચો :કોરોનાએ લીધો વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનો જીવ, 79 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
આપને જણાવી દઈએ કે, આ પહેલા મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાની, ટીવી એક્ટ્રેસ શિખા સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ ઉપરાંત વેબ સિરીઝ પહેલા ‘સેક્રેડ ગેમ્સ’ એક્ટ્રેસ કુબ્રા સૈત, સ્વરા ભાસ્કર, એક્ટ્રેસ, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ, એકતા કપૂર, દ્રષ્ટિ ધામી, શિલ્પા શિરોડકર, અર્જુન કપૂર સહિત ઘણા સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
આ પણ વાંચો : સલમાન ખાને અભિજીત બિચુકલેને કહ્યું વાળ પકડીને ઘરની બહાર કાઢી મુકીશ, જુઓ વીડિયો
આ પણ વાંચો :બિગ બોસમાં આવ્યો સૌથી મોટો ઉલટપેર, Show નાં સૌથી સ્ટોન્ગ કન્ટેસ્ટન્ટ આઉટ
આ પણ વાંચો :ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ બ્લેક અભિનેતા Sidney Poitier નું નિધન, સ્ટાર્સે પાઠવી શ્રદ્ધાંજલિ