Not Set/ video:શાહરૂખ ખાને શેર કર્યો તેની ફિલ્મ ‘ઝીરો’નો પ્રોમો….

મુંબઇ, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.  ફિલ્મ મેકર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે. મંગળવારે ફિલ્મનો નવો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો હતો, જેમાં શાહરૂખ ખાનનું પાત્ર બઉઆ તેની હાઈટને કારણે સ્ટ્રગલ કરતા જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ‘બઉઆ’ ની ભૂમિકામાં છે, જે વર્ટિકલી ચેલેન્જ છે. […]

Entertainment Videos
zeo video:શાહરૂખ ખાને શેર કર્યો તેની ફિલ્મ 'ઝીરો'નો પ્રોમો....

મુંબઇ,

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.  ફિલ્મ મેકર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે. મંગળવારે ફિલ્મનો નવો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો હતો, જેમાં શાહરૂખ ખાનનું પાત્ર બઉઆ તેની હાઈટને કારણે સ્ટ્રગલ કરતા જોવા મળી રહ્યો છે.

Image result for shahrukh khan zero

ફિલ્મમાં શાહરૂખ ખાન ‘બઉઆ’ ની ભૂમિકામાં છે, જે વર્ટિકલી ચેલેન્જ છે. તે તેના પ્યારની શોધમાં છે. તે પહેલાં, ઇદ પર ફિલ્મનું ટીઝર રિલિઝ થયુ હતું. જેમાં સલમાન ખાન પણ શાહરૂખ સાથે જોવા મળ્યા હતા. આ પછી, મૂવી ટ્રલર શાહરુખના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. શાહરુખે મંગળવારે ટ્વિટર પર પણ પ્રોમો કર્યો છે. આ સાથે, શાહરુખે કેપ્શનમાં લખ્યું છે કે બઉઆ સિંહની આ ઝલક જરાં સાંભળીને જોજો. ક્યાંક પ્રેમ ન થઇ જાય.

જુઓ પ્રોમો…

આનંદ એલ. રાયની આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ જોવા મળશે. મૂવીના ટ્રેલરને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને ચાહકો હવે શાહરુખની સ્ક્રીન પર પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.