કોરોનાના કહેર બાદ ધણા મહિનાઓ સુધી ઘણા બધા ધંધ-રોજગાર ઠપ્પ થી ગયા. અને તેની અસરના કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા બદલાવ આવ્યા. લોકડાઉનમાં ઘણા કામ બંધ કરી દેવામાં આવ્યા હતા અને શૂટીંગને પણ અટકાવવા પડ્યા હતા, પરંતુ ધીરે ધીરે કામ શરૂ થયા પછી કેટલાક શો શરૂ થયા પણ કેટલાક શો પ્રેક્ષકોને પસંદ ન આવ્યા.
હવે સમાચાર આવી રહ્યા છે કે એકતા કપૂરના નાગિન 5ની સાથે સાથે ઘણા લોકપ્રિય ટીવી શોઝ પણ બંધ થવા જઇ રહ્યા છે. બંધ થવા જઈ રહ્યા છે ટીવીના આ લોકપ્રિય શો, ક્લિક કરીને વાંચો લીસ્ટ
1. કપિલ શર્માનો શો :
ગયા અઠવાડિયે જ કપિલ શર્માનો શો બંધ થવાના સમાચાર પણ મળ્યા હતા.
2. નાગિન 5 : એકતા કપૂરના હિટ શો ‘નાગિન’ની સિરીઝ પ્રેક્ષકોમાં ખાસ સ્થાન બનાવી શક્યું નથી. શોમાં સુરભી ચંદ્રા, શરદ મલ્હોત્રા અને મોહિત સહગલ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ શો ટીઆરપીની રેસમાં પાછળ રહ્યો છે. શો ફેબ્રુઆરીના અંતમાં બંધ કરવામાં આવી રહ્યો છે. આ શોની જગ્યાએ એકતા કપૂરની નવી સિરિયલ શરૂ થવા જઈ રહી છે જે વેમ્પાયર આધારિત હશે.
3. અલાદિન : બે વર્ષથી વધુ સમય સુધી દર્શકોનું મનોરંજન કરતો આ શો હવે બંધ થવાનો છે. આ શોમાં અભિનેતા સિદ્ધાર્થ નિગમ અને અશિ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ શો 5 ફેબ્રુઆરીએ બંધ થઈ રહ્યો છે. મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા સિદ્ધાર્થ નિગમનું કહેવું છે કે તે ખૂબ દુ:ખદ છે કે હવે તે અલાદિનની ભૂમિકામાં જોવા નહીં મળે. શોની આખી ટીમ ખૂબ જ હતાશ છે