Covid-19/ કોરોનાનાં કહેરથી ગુજરાતને રાહત, 810 નવા કેસ સાથે 06 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે,

Top Stories Gujarat Others
corona1 2 કોરોનાનાં કહેરથી ગુજરાતને રાહત, 810 નવા કેસ સાથે 06 લોકોનાં મોત
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 810
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 242655
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1016
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 228144
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 10223

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે, પાછલા દિવસોના પ્રમાણમાં અંશત ઘટાડો જોવામાં આવી રહ્યો છે, છતાં પણ સંક્રમણ છે જ અને કોરોના હજુ સંપૂર્ણ કાબૂમાં આવી ગયો નથી તે વાત ધ્યાનમાં રાખવી જરુરી છે.

Coronavirus Exacerbates Islamophobia in India | Time

જો વાત કરવામાં આવે આજનાં કોરોનાનાં આંકડાની તો, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 810 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 06 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  1016 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  કુલ 228144 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 10223 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 10223 ક્રિટીકલ કેસમાંથી 61  વેન્ટીલેટર પર છે, જ્યારે 10162 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 810 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક  242655 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 06  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4288 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Coronavirus India Highlights: Delhi demarcates 3 more hotspots; COVID-19  cases in Mumbai cross 4,000

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 52906 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍ 9490011 ટેસ્ટ કરવામા આવ્યા છે.

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 503387 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 503276  લોકો હોમ કોરેન્ટાઈન છે અને  111 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 28.12.2020

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…