Not Set/ વકરી રહ્યું છે કોરોનાનું વિષચક્ર, જાણીલો દેશ-દુનિયા સહિત ગુજરાતના કેવા છે હાલ

દેશ-દુનિયા અને ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત લોકોનાં જીવ પડીકે પકડાવી દીધા જેવી સ્થિતિ સર્જી છે. જો કે, આ બાબતે કોરોના કરતા બેજવાબદાર રીતે વર્તન કરતા લોકો જ જવાબદાર છે

Top Stories World
corona world 1 વકરી રહ્યું છે કોરોનાનું વિષચક્ર, જાણીલો દેશ-દુનિયા સહિત ગુજરાતના કેવા છે હાલ

દેશ-દુનિયા અને ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત લોકોનાં જીવ પડીકે પકડાવી દીધા જેવી સ્થિતિ સર્જી છે. જો કે, આ બાબતે કોરોના કરતા બેજવાબદાર રીતે વર્તન કરતા લોકો જ જવાબદાર છે અને માટે જ કોરોના પોતાનો પ્રસરવ કરી રહ્યો છે. દુનિયાનાં અનેક દેશોમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને દેશમાં પણ આવી  હાલત છે. દેશનાં અનેક મહાનગરો કોરોનાનાં કારણે વિષ્ટામણ ભરી પરિસ્થિતિમાં જોવામાં આવી રહ્યા છે. અને ગુજરાતની જ વાત કરવામાં આવે તો શિયાળાની શરુઆત અને દિવાળીનાં તહેવારમાં મોજ કરવી હવે ભારે પડી રહી છે. ગુજરાતનાં અમદાવાદમાં જ્યાં ભૂતકાળમાં કોરોનાએ કહેર વહેર્યો છે, ત્યાં તો તંત્ર દ્વારા 59 કલાકનાં સતત કરફ્યુંનું હથિયાર ઉગામી પણ દીઘું છે.

દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર

જો વાત કરવામાં આવે પાછલા 24 કલાકમાં દુનિયામાં કોરોનાની સ્થિતિની તો, કોરોનાનું વિષચક્ર વકરી રહ્યું છે તે વાત સાબુત છે. પાછલા દિવસે વિશ્વમાં કોરોનાનાંં કારણે સર્વાધિક મૃત્યુઆંક નોંધવામાં આવ્યો હતો. 24 કલાકમાં જ 10,900થી વધુ મોત નોંધવામાં આવ્યા હતા, જે કદાચ ઓલટાઇમ હાઇએસ્ટ છે. અમેરિકામાં 1.73 લાખ કેસ નોંધવામાં આવ્યા. અમેરિકામાં 24 કલાકમાં જ 1964 નાગરિકોના મોત થયા. નિયંત્રણો પછી પણ અમેરિકા બેહાલ જોવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે એમ પણ કહેવાય કે, ટ્રમ્પ-બાઈડેન વચ્ચે અમેરિકા અટવાયેલું જોવામાં આવી રહ્યું છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

દેશમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 46 હજાર કેસ નોંધવામાં આવ્યા છે. સામે 24 કલાકમાં 45 હજાર દર્દી સાજા થયા છે. જો કે, પાછલા 24 કલાકમાં નોંવામાં આવેલા 46 હજારથી વધું કેસનાં કારણે દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 90 લાખને પાર થઇ ચૂક્યો છે. ભારતમાં હાલ 4.43 લાખ કોરોનાનાં એકટિવ કેસ છે તેવુ નોંધવામાં આવે છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના કેસોમાં વિસ્ફોટ થતો જોવામાં આવી રહ્યો છે. 24 કલાકમાં 43 દિવસ બાદ 1300થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. જી હા, પાછલા દિવસે એટલે કે પાછલા 24 કલાકમાં કોરોનાનાં નવા 1340 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નવા 230 કોરોનાનાં કેસ નોંધવામાં આવતા કોરોના તરખાટ મચાવે તેવી ભીતી ઉભી થઇ ગઇ છે. 24 કલાકમાં રાજ્યમાં 7 દર્દીનાં મોત નિપજ્યાનું સામે આવે છે. અને હાલ ગુજરાતભરમાં 12,677 એકટિવ કેસ હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.