Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કાળમુખો કહેર, સંક્રમિત દર્દીઓની સંંખ્યા 12 હજારને પાર, 414 નાં મોત

ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે. વળી, આ ખતરનાક કોવિડ-19 રોગચાળાથી મૃત્યુઆંક 414 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, કોરોના વાયરસનાં કુલ 12,380 કેસમાંથી 10,477 સક્રિય કેસ છે. આ ઉપરાંત, 1,488 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ […]

India

ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે. વળી, આ ખતરનાક કોવિડ-19 રોગચાળાથી મૃત્યુઆંક 414 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, કોરોના વાયરસનાં કુલ 12,380 કેસમાંથી 10,477 સક્રિય કેસ છે. આ ઉપરાંત, 1,488 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 187 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 3,398 થઈ ગઈ છે.

કોરોનાનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કુલ 3398 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં આ કુલ કેસોમાંથી 2,916 કેસ સક્રિય છે અને 295 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે અથવા તેમને રજા આપવામાં આવી છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 187 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે દિલ્હીમાં કોરોના ચેપનાં કેસ સતત વધી રહ્યા છે. રાજધાનીમાં કોરોના વાયરસનાં 1,578 સક્રિય કેસ છે જેમાંથી 1,650 કેસો છે. જ્યારે કોવિડ-19 રોગચાળાને કારણે 32 લોકોનાં મોત નીપજ્યાં છે, 40 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે. તમિલનાડુમાં પણ કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 1,374 ને વટાવી ગઈ છે. તેમાંથી 1,242 કેસ સક્રિય છે. આ રોગચાળાને કારણે 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 118 સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા આજે સંખ્યા 766 પર પહોંચી ગઇ છે. જેમા 33 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. જ્યારે 64 લોકો આ બિમારીથી સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.