Not Set/ #Coronavirus/ પંજાબમાં કોરોનાનો કહેર, રાજ્યમાં મૃત્યુદર સૌથી વધારે

ભારતમાં કોરોનાનાં કેસોમાં દિવસો જતા વધારો નોંધાઇ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનાં ઘણા જિલ્લાઓમાં સંક્રમણની ગતિ એકદમ ઝડપી છે. મહારાષ્ટ્રમાં દરરોજ 400 થી 500 કેસ નોંધાય છે. ગુજરાત, યુપી અને દિલ્હીમાં પણ દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે આરોગ્ય મંત્રાલયનાં આંકડા […]

India

ભારતમાં કોરોનાનાં કેસોમાં દિવસો જતા વધારો નોંધાઇ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનાં ઘણા જિલ્લાઓમાં સંક્રમણની ગતિ એકદમ ઝડપી છે. મહારાષ્ટ્રમાં દરરોજ 400 થી 500 કેસ નોંધાય છે. ગુજરાત, યુપી અને દિલ્હીમાં પણ દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ પંજાબમાં મૃત્યુ દર વધારે છે.

મળતી માહિતી પ્રમાણે પંજાબમાં મૃત્યુ દર 6.53 ટકા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 4.97 ટકા અને મધ્યપ્રદેશમાં 4.98 ટકા છે. યુપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. 20 એપ્રિલ સુધી ઉત્તરાખંડમાં 46 કેસ હતા પરંતુ કોઈનું મોત થયું નથી. વળી, ઝારખંડ અને બિહારમાં, કોરોનાને કારણે માત્ર બે લોકોનાં મોત થયા હતા. સૌથી વધુ વસ્તી ધરાવતુ રાજ્ય, ઉત્તર પ્રદેશમાં શરૂઆતનાં દિવસોમાં કેસ નોંધાયા હતા. તેમ છતાં, સરકારે કડકતા બતાવતા નવા કેસની પ્રક્રિયા અટકી ગઈ, પરંતુ ફરી એકવાર આગ્રા અને હવે રાયબરેલીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. 17 એપ્રિલનાં રોજ, જ્યાં ફક્ત 849 કેસ હતા, ત્યારે 20 એપ્રિલે તે વધીને 1,184 પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સિક્કિમ, નાગાલેન્ડ, દાદર નગર હવેલી, લક્ષદ્વીપ અને દમણદ્વીપમાં કોઈ કેસ નોંધાયા નથી. જ્યારે મિઝોરમ, અરુણાચલ પ્રદેશમાં એક-એક, ત્રિપુરા અને મણિપુરમાં બે-બે કેસ નોંધાયા છે, પરંતુ એક પણ મૃત્યુ થયું નથી. ગોવામાં કુલ સાત કેસ નોંધાયા હતા પરંતુ તમામ સાત સંપૂર્ણપણે ઠીક થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.