Not Set/ #Corona/ બ્રિટેન સરકારની ઘોષણા, ગુરુવારથી Covid-19 રસીનું ટ્રાયલ શરૂ થશે

ગુરુવારથી બ્રિટનમાં માણસો પર કોરોના વાયરસ સામેની રસીનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યુ છે. યુકેનાં આરોગ્ય સચિવ મેટ હેનકોક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઓક્સફર્ડ ટીમનાં સભ્યએ કહ્યું કે, જો આ ટેસ્ટ સફળ થાય છે, તો આ વર્ષે પાનખર સુધીમાં લાખો રસી ઉપયોગ માટે મળી શકે છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં […]

World
3 Coronavirus Wed Apr 15 2020 #Corona/ બ્રિટેન સરકારની ઘોષણા, ગુરુવારથી Covid-19 રસીનું ટ્રાયલ શરૂ થશે

ગુરુવારથી બ્રિટનમાં માણસો પર કોરોના વાયરસ સામેની રસીનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યુ છે. યુકેનાં આરોગ્ય સચિવ મેટ હેનકોક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઓક્સફર્ડ ટીમનાં સભ્યએ કહ્યું કે, જો આ ટેસ્ટ સફળ થાય છે, તો આ વર્ષે પાનખર સુધીમાં લાખો રસી ઉપયોગ માટે મળી શકે છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ માટે બ્રિટિશ સરકારે મંગળવારે 20 કરોડ પાઉન્ડ (રૂ.189 કરોડની નજીક) ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

બ્રિટનનાં આરોગ્ય સચિવ મેટ હેનકોકે કહ્યું કે, આરોગ્ય મંત્રાલય આ રસી તૈયાર કરવા માટે તમામ પ્રયત્નો કરવા તૈયાર છે. કારણ કે તે કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. હેનકોકે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટિશ સરકાર, ઇમ્પિરિયલ કોલેજ લંડનને આગામી તબક્કાની તૈયારી માટે રસી પર સંશોધન કરવા માટે 22.5 મિલિયન પાઉન્ડ (210 કરોડથી વધુ) આપશે.

Potential coronavirus vaccine will be trialled on people from ...

તેમણે ઉમેર્યું, ‘જો કે રસી તૈયાર કરવામાં વર્ષો લાગ્યો હોત, પરંતુ આ રોગ સામેની લડતમાં બ્રિટન મોખરે છે. અમે તેની રસી શોધવા માટે કોઈપણ દેશ કરતા વધારે પૈસા ખર્ચ્યા છે. આ સિવાય બીજું કંઈ મહત્વનું હોઈ શકે નહીં. આ રસી ફક્ત ટ્રાયલ અને ભૂલો માટે જ હોય છે, પરંતુ યુકે કોઈ નક્કર ઇલાજ મેળવવા માટે કંઈપણ આપવા તૈયાર છે. સરકારની ઘોષણા પૂર્વે, દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 17,337 થઈ ગઈ છે. જ્યારે કુલ 1,25,856 લોકોને કોવિડ-19 ચેપ લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે 828 વધુ મોત નોંધાવ્યા છે. કોવિડ-19 ચેપનાં કેસો અહીં ઝડપથી વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.