Not Set/ ભારતીય મુસાફરોને આવકારવા દુબઈ સજ્જ, જાહેર કરી નવી માર્ગદર્શિકા

દુબઈ સરકારે શનિવારે ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાથી આવતા તેમના રહેવાસીઓ માટે મુસાફરી પર પ્રતિબંધ હળવો કર્યો છે. સંયુક્ત આરબ અમીરાતે કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલના અંતથી ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Top Stories
20 june 1 3 ભારતીય મુસાફરોને આવકારવા દુબઈ સજ્જ, જાહેર કરી નવી માર્ગદર્શિકા

દુબઈ સરકારે શનિવારે ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાથી આવતા તેમના રહેવાસીઓ માટે મુસાફરી પર પ્રતિબંધ હળવો કર્યો છે. સંયુક્ત આરબ અમીરાતે કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલના અંતથી ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારતથી દુબઈ જતા મુસાફરોએ માન્ય વિઝા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા માન્ય COVID-19 રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. નવા પ્રોટોકોલ મુજબ આ નિયમોનું પાલન કરતા મુસાફરોને દુબઈની મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. હાલમાં, સિનોફર્મ, ફાઇઝર-બાયોએનટેક, સ્પુટનિક વી અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીઓને યુએઈ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

File:Boeing 747-422, United Arab Emirates - Dubai Air Wing JP6769581.jpg - Wikimedia Commons

દુબઈ પહોચતા જ RTPCR પરીક્ષણ ફરજીયાત

આ સિવાય ભારતથી દુબઇ જતા મુસાફરોએ પ્રસ્થાનના ચાર કલાક પહેલા ઝડપી RTPCR પરીક્ષણ કરાવવું પડશે. અને દુબઈ પહોંચ્યા બાદ તેમણે બીજો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવો પડશે. આ સાથે, ભારતથી આવતા મુસાફરોને તેમના RTPCR રિપોર્ટ ણા આવે ત્યાં સુધી અઈસોલેશનમાં રહેવું પડશે. જે 24 કલાકમાં પ્રાપ્ત થાય તેવી સંભાવના છે. દુબઈમાં કટોકટી અને દુર્ઘટના વ્યવસ્થાપન અંગેની સુપ્રીમ સમિતિ, જેની અધ્યક્ષતા શેઠ મન્સૂર બિન મોહમ્મદ બિન રાશિદ મકખ્તમ છે,તેમણે  23 જૂનથી નવા નિયમો લાગુ થવાની જાહેરાત કરી છે.

શિક્ષણ વિભાગ / 1 જુલાઇથી શાળાઓ અને કોલેજો ખુલી શકે છે

Dubai's Emirates airline to restore almost 90 pct of passenger network by July-end | Al Arabiya English

30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કહ્યું કે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવી દીધો છે. પસંદ કરેલા દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરારો હેઠળ કાર્ગો ફ્લાઇટ્સ, ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ છે. કોવિડ -19 રોગચાળાને લીધે, ભારતમાં સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય મુસાફર સેવા 23 માર્ચ 2020 થી સ્થગિત કરી દેવામાં આવી હતી.

મોટી રાહત / રાજ્યમાં 4 લોકોના મોત સાથે નોધાયા 200થી પણ ઓછા નવા કેસ

તેરા ઝાડુ ચલ ગયા…! / ભાજપના કાર્યકર્તાઓએ પકડ્યું ‘આપ’નું ઝાડુ કહ્યું ભાજપમાં અમારી વ્યથા સાંભળનાર કોઈ નથી