Not Set/ હે પ્રભુ હવે તો ખમૈયા કરો..! આજે પણ દેશમાં નોધાયા રેકોર્ડ બ્રેક 2 .70 લાખથી વધુ નવા કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24  કલાકમાં 2 .70 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે સાથે દેશમાં કુલ કેસનો આંક દોઢ કરોડ ને પાર કરી ગયો છે. 24 કલાકમાં 1,500 નાગરિકોના મોત થયા છે.

Top Stories India
nitish kumar 12 હે પ્રભુ હવે તો ખમૈયા કરો..! આજે પણ દેશમાં નોધાયા રેકોર્ડ બ્રેક 2 .70 લાખથી વધુ નવા કેસ

દેશમાં સતત ત્રણ દિવસથી બે લાખથી વધુ નવા કોરોના કેસ આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં  કોરોનાના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24  કલાકમાં 2 .70 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે સાથે દેશમાં કુલ કેસનો આંક દોઢ કરોડ ને પાર કરી ગયો છે. 24 કલાકમાં 1,500 નાગરિકોના મોત થયા છે.

દેશમાં સતત વધી રહેલા કોરોના પ્રકોપને જોતા હરિદ્વાર કુંભ મેળાથી પરત આવતા ભક્તોને કારણે કોરોના વિસ્ફોટની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ માર્ગદર્શિકા જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. યુપીના નોઈડામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 700 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્ર-દિલ્હીએ પણ કોરોના કેસ મામલે પોતાના જ રેકોર્ડ તોડ્યા છે.  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 68,631 નવા કેસ સામે આવ્યા છે તો દિલ્હીમાં 24 કલાકમાં 25,462 કેસ સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 30,566 કેસ સામે આવ્યા છે.

તમિળનાડુમાં કોરોનાનો  કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,723 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપને કારણે 42 લોકોનાં મોત નીપજ્યાં છે. સક્રિય કેસની કુલ સંખ્યા 70 હજાર 391 પર પહોંચી ગઈ છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં 8419 નવા કેસ નોંધાયા છે, જ્યારે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોલકાતામાં પહેલીવાર કોરોનામાં એક જ દિવસમાં 2197 નવા કેસ નોંધાયા છે.

કેરળમાં પણ કોરોના નો કહેર સતત વધી રહ્યોછે. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 257 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, 25 લોકોએ જીવ ગુમાવ્યો. આ સાથે રાજ્યમાં સકારાત્મક દર 16.77 ટકા પર પહોંચી ગયો છે.