ગુજરાત/ અમદાવાદમાં વકરતા કોરોના વચ્ચે કોર્પોરેશન ફ્લાવર શો યોજવા મક્કમ, 8 થી 23 જાન્યુઆરી દરમ્યાન આયોજન

ઓમિક્રોન અને કોરોના વચ્ચે ફ્લાવર શોના આયોજનમાં ઓનલાઈન અને ઓફલાઇન ટીકીટનું વેચાણ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ એક કલાકની અંદર 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

Ahmedabad Gujarat
Untitled 93 25 અમદાવાદમાં વકરતા કોરોના વચ્ચે કોર્પોરેશન ફ્લાવર શો યોજવા મક્કમ, 8 થી 23 જાન્યુઆરી દરમ્યાન આયોજન

રાજ્યમાં વકરતા કોરોના વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનુ આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં 7 લાખ જેટલા ફૂલો પ્રદર્શનમાં મુકવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક કલાકમાં 400 લોકોની મર્યાદામાં પ્રવેશ આપવામા આવશે.

કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા ફ્લાવર શો યોજવા મક્કમ છે. . કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફલાવર શો 2022નું આયોજન કરાયું છે. કોરોના ગાઇડ લાઇન સાથે ફલાવર શો કરવાની AMCએ તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 65 હજાર ચો.મી. વિસ્તારમાં ફલાવર શો યોજાઇ રહ્યો છે.

આ પણ  વાંચો:Happy New Year’s Eve / ગૂગલે ખાસ રીતે એનિમેટેડ ડૂડલ બનાવીને વર્ષ 2021ને કહ્યું અલવિદા

જાણવા મળી રહ્યું છે કે આ વખતે ફ્લાવર શોમાં વેકિસન થીમ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. ઓલમ્પિક ગેમ્સમાં ભારતે મેળવેલા પદકોની રમતના સ્કલ્પચર પણ ઉભા કરાશે. ફલાવર શોમાં 65 મુખ્ય પ્રજાતિ અને 750 પેટા પ્રજાતિના ફૂલ છોડ અને રોપા હશે.. કુલ સાત લાખની વધુ ફુલ છોડ અને રોપા જોવા મળશે. 100 થી વધુ મેડિસીલન રોપા પ્રદર્શિત કરાશે. શિયાળાની ઋતુના વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી , સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સિઝન ફુલ જોવા મળશે.. સાથે જ જૂદા જૂદા થીમ બેઝ પ્રાણી સ્કલ્પચર, સેલ્ફ ઝોન ઉભા કરાશે.

ઓમિક્રોન અને કોરોના વચ્ચે ફ્લાવર શોના આયોજનમાં ઓનલાઈન અને ઓફલાઇન ટીકીટનું વેચાણ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ એક કલાકની અંદર 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે.

આ પણ વાંચો:Cricket / BBL માં કોરોનાનો વિસ્ફોટ, મેલબોર્ન સ્ટાર્સ અને સિડની થંડરનાં 19 સભ્યો કોરોના પોઝિટિવ