Not Set/ ભ્રષ્ટ ધનકુબેરોની ખેર નથી !! સરકારે કસ્યો ગાળિયો, સ્વિટ્ઝરલેન્ડે મોકલી નોટીશો

PM મોદી અને ટીમ મોદીએ ફરી સત્તાનાં સુકાન સંભાળી લીધા છે અને દેશમાં જ્યારે આર્થિક સ્થિતિ નાજીક વળાંક પર જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્રારા ભ્રષ્ટાચારને ડામવો અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવી તે આનિવાર્યતા તરીકે લેવામા આવે જ તે સ્વાભાવીક છે. બસ આ જ બાબતે સરકાર દ્રારા દેશમાં તંત્રી અંદર અને દેશની અંદર-બહાર […]

Top Stories India
black money

PM મોદી અને ટીમ મોદીએ ફરી સત્તાનાં સુકાન સંભાળી લીધા છે અને દેશમાં જ્યારે આર્થિક સ્થિતિ નાજીક વળાંક પર જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્રારા ભ્રષ્ટાચારને ડામવો અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવી તે આનિવાર્યતા તરીકે લેવામા આવે જ તે સ્વાભાવીક છે. બસ આ જ બાબતે સરકાર દ્રારા દેશમાં તંત્રી અંદર અને દેશની અંદર-બહાર પોતાનું કામ શરુ કરી દીધું છે. આપને જણવી દઇએ કે થોડા દિવસ પહેલા જ IRS કક્ષાનાં 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે સરકાર દ્રારા ભ્રષ્ટાચાર સામેનાં પગલાનાં ભાગ રુપે ફરજ મોકુફ કરી દેવામા આવ્યા હતા.

black money1

સરકાર દ્રારા કાળુ નાંણુ અને દેશ બહાર લઇ જવાયેલા દેશનાં અરબે-ખરબો રૂપીયા વર્ષ 2014થી જ મહત્વનો મુદ્દો હતો અને છે. પ્રથમ ટર્મમાં PM મોદી દ્રારા કાણાનાણાંને ડામવા કઠોર કહી શકાય તેવા પગલા પણ ભરવામા આવ્યા. વાત અહી પગલાની સફળતા કે નિષ્ફળતાની નથી. વાત છે સારી નિયત અને તે તરફ કઇક સચોટ પગલા ભરવાની હિમંત અને રાજકીય દાનતની. ત્યારે ફરી કાળા નાણાં મુદ્દે ધનકુબેરો પર સરકાર દ્રારા ગાળિયો કસાયો છે. ભારત સરકારનાં સતત પ્રયત્નોથી સ્વિટ્ઝરલેન્ડ સરકારે 50 ભારતીયો ભ્રષ્ટાચારી ધનકુબેરોને નોટીસ પાઠવી છે. સ્વિટ્ઝરલેન્ડ સરકાર દ્રારા 50 ભારતીય કારોબારીઓ પાસે જવાબ મંગાવામા આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ સરકારનાં જણાવ્યા પ્રમાણે 1 વર્ષમાં 100 ભારતીયોના નામ જાહેર કરાયા છે. અલબત કેટલાંક નામો ટૂંકાક્ષરીમાં જાહેર કરાયા હતા. પરંતુ આવનાર સમય ભ્રષ્ટાચારી માટે કપરો હશે તેવો સરકાર અને સરકાર દ્રારા પોતાના ડિપ્લોમેટીક મિત્ર દેશો દ્રારા અંદાજ આપી દેવામા આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.