Not Set/ ‘દેશદ્રોહીઓને ગોળી મારો…’નાં સૂત્ર પર ઓવૈસીએ કહ્યું – અનુરાગ ઠાકુર, સ્થળ અને સમય કહો, હું આવીશ

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અનુરાગ ઠાકુર દ્વારા ‘દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારો …’ ના નારા પર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રેલી દરમિયાન AlMIM  નાં ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે હું અનુરાગ ઠાકુરને પડકાર ફેંકુ છું કે ભારતમાં કોઈ ફણ સ્થળ નક્કી કરવામાં આવે, જ્યાં તે મને […]

Top Stories India
owesi 'દેશદ્રોહીઓને ગોળી મારો...'નાં સૂત્ર પર ઓવૈસીએ કહ્યું - અનુરાગ ઠાકુર, સ્થળ અને સમય કહો, હું આવીશ

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અનુરાગ ઠાકુર દ્વારા ‘દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારો …’ ના નારા પર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રેલી દરમિયાન AlMIM  નાં ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે હું અનુરાગ ઠાકુરને પડકાર ફેંકુ છું કે ભારતમાં કોઈ ફણ સ્થળ નક્કી કરવામાં આવે, જ્યાં તે મને શૂટ કરશે. હું આવવા તૈયાર છું.

ઓવૈસીએ અનુરાગ ઠાકુરને જવાબ આપતા કહ્યું કે તમારું આ નિવેદન મારા હૃદયમાં કોઈ ડર પેદા કરીશે નહીં, કારણ કે મોટી સંખ્યામાં મારી માતા અને બહેનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેઓએ દેશ બચાવવાનો નિર્ણય લીધો છે.

આપને જણાવી દઇએ કે, ભાજપના નેતા અનુરાગ ઠાકુરની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિવાદિત નારાઓ સંભળાય છે. વીડિયોમાં અનુરાગ ઠાકુર મંચ પરથી સૂત્રોચ્ચાર કરતા સાંભળવામાં આવે છે કે ‘દેશના દેશદ્રોહીઓ……આ પછી, સ્ટેજની નીચેના લોકો બોલી રહ્યા છે કે, ‘શૂટ કરો …’

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની રેલીનો આ વીડિયો બહાર આવ્યા બાદ કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે. તેમજ ચૂંટણી પંચે તેમને મંગળવારે કારદર્શી નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે આ અંગે અનુરાગ ઠાકુર પાસેથી ખુલાસો માંગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.