નડિયાદ સેશન્સ કોર્ટ/ બહુચર્ચિત તાન્યા મર્ડર કેસ: પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે ફટકારી આજીવન કેદ

પોલીસે તાન્યાને શોધી કાઢવા મોટાપાયે કામગીરી હાથ ધરતા મીત ડરી ગયો હતો. પોલીસથી ડરી ગયેલા અપહરણકારોએ ખંડણી માગવા માટે ફોન કરતા પહેલા જ છોકરીની હત્યા કરી નાખી હતી

Top Stories Gujarat Trending
Court sentenced all three family members to life imprisonment

નડિયાદના બહુચર્ચિત તાન્યાના અપહરણ અને હત્યા કેસમા આજે નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે. ત્રણેય આરોપીઓને છેલ્લા શ્વાસ સધી કેદની સજાનું એલાન કરવામાં આવ્યું છે. હત્યારા મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલને આજીવન કેદની સજા થઈ છે. આ ઉપરાંત આરોપીઓને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ આપ્યો છે.

18 સપ્ટેમ્બર 2017 ના રોજ સાત વર્ષની માસૂમ તાન્યાનું તેના પાડોશમાં જ રહેતા પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. તાન્યા તેની દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી. જણાવી દઈએ કે 15 દિવસ પહેલા મિત પટેલે અપહરણનું કાવતરુ રચ્યું હતું. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મીત પટેલના માથે લાખોનું દેવું થઈ જતાં તેણે સમગ્ર કાવતરું રચ્યું હતું. માસુમ તાન્યાનું અપહરણ કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરાઈ હતી.

કોર્ટના નિર્ણયની પ્રતિક્રિયા આપતા તેના દાદીએ જણાવ્યું હતું કે તમામ દોષિતોને ફાંસીની સજા થવી જોઈતી હતી. મહત્ત્વની વાત એ છે કે તાન્યા ગાયબ થઈ ત્યારથી સતત પોલીસની સાથે ફરતો મીત પટેલ જ આ કેસનો મુખ્ય આરોપી નીકળ્યો હતો.

નાનકડી તાન્યા મિત પટેલના ઘરે અવારનવાર રમવા અને ટીવી જોવા જતી હતી. બીજી તરફ, પોલીસે તાન્યાને શોધી કાઢવા મોટાપાયે કામગીરી હાથ ધરતા મીત ડરી ગયો હતો. પોલીસથી ડરી ગયેલા અપહરણકારોએ ખંડણી માગવા માટે ફોન કરતા પહેલા જ છોકરીની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: WELL PLANNED / વિરમગામ બેઠક ઉપર ભાજપની સ્થિતિ મજબૂત

આ પણ વાંચો: 18 થી 20 એપ્રિલે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

આ પણ વાંચો: બીમારી / શાળાઓ ખુલતા જ બાળકો પડી રહ્યાં છે વારંવાર બીમાર, આ છે મોટું કારણ