Not Set/ કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

દેશભરમાં કોરોનાના કહેર ઓછો થવાનું નામ લેતો નથી. જ્યાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહયો છે. તો લોકો વેક્સિન લગાવીને કોરોનાને હરાવી પણ રહ્યા છે. હાલમાં દેશમાં લોકોને બે વેક્સિન અપાઇ રહી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન. તો હવે કોરોના વાયરસ સોમ લડવા માટે તે ઉપરાંત સ્પુતનિક-વી પણ મેદાનમાં છે. રશિયા દ્વારા બનાવાયેલી આ રસીના […]

Mantavya Exclusive India
04 00199 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

દેશભરમાં કોરોનાના કહેર ઓછો થવાનું નામ લેતો નથી. જ્યાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહયો છે. તો લોકો વેક્સિન લગાવીને કોરોનાને હરાવી પણ રહ્યા છે. હાલમાં દેશમાં લોકોને બે વેક્સિન અપાઇ રહી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન. તો હવે કોરોના વાયરસ સોમ લડવા માટે તે ઉપરાંત સ્પુતનિક-વી પણ મેદાનમાં છે. રશિયા દ્વારા બનાવાયેલી આ રસીના ડોઝ ૧ મેના રોજ ભારતમાં આવી ગયા હતા. આ વેક્સિનનો અસરકારક દર, ઇમ્યુનિટી બનાવવાની ક્ષમતા અને સાઇડ ઇફેક્ટને હટાવીને જોવામાં આવે તો, આ ત્રણેય વેક્સિન કોરોના વાયરસ સામે લડવા માટે ખુબ જ અસરકારક છે.
vaccine 1 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DGCA)એ રશિયામાં કરવામાં આવેલા પરિક્ષણોને આધારે સ્પુતનિક-વીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ પરીક્ષણમાં સ્પુતનિક-વીની એફીસીએન્સી 91.6% નોંધવામાં આવી છે. તે કોરોના સામેની લડાઇમાં અસરકારક નિવડી છે. તેની તુલનામાં ભારતની કોવૈક્સિન, જેને હાલમાં જ યુકેના વધારે સંક્રાત્મક માનવામાં આવી રહેલા કોરોના વેરીઅંટ સામે અસરદાર સાબિત થઇ છે. તેની એફીસીએન્સી રેટ 81%થી વધારે જોવા મળી છે. જ્યારે વૈશ્વિક સ્તર પર ઉપયોગમાં લેવામાં આવી રહેલી. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની કોવિશિલ્ડની એફીસીએન્સી 70.4% થી વધારે નોંધવામાં આવી છે. જેને બે ડોઝની વચ્ચે અંતર વધારેને 90% સુધી લઇ જઇ શકાય છે.

સ્પુતનિક-વીઃ
જો કે વેક્સિન લાગ્યા પછી સામાન્ય તાવ,થાક અને દુખાવો જેવા સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. પણ તેમાં કોઇ ગંભીર મામલો સામે આવ્યો નથી. તેમાંથી મોટા ભાગની સાઇડ ઇફેક્ટ કેટલાક દિવસોમાં જ ઠીક થઇ જાય છે. જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં અલગ અલગ પણ હોઇ શકે છે.તે ઉપરાંત આ સાઇડ ઇફેક્ટ અલગ અલગ વેક્સીનના નેચર પર પણ નિભર્ર કરે છે. રશિયાના ગામલેયા નેશનલ સેંટર ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વાર વિકસીત કોરોના વાયરસની સામે સ્પુતનિક-વી પાસ થયેલી વેક્સિનમાંથી એક છે. જેને વિશ્વસતર પર ઉપયોગ કરવાની મંજુરી શરૂઆતના સમયમાં જ મળી ગઇ હતી. સ્પુતનિક-વી એક વાયરલ વેક્ટર વેક્સીન છે. જે એન્ટીબોડીના ઉત્પાદનને ટ્રિગર કરીને કામ કરે છે. જેના પરિણામ તરીકે શરીરમાં ઇન્ફેલેમેશન સહીત નાના મોટા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે.

01 00199 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

સાઇડ ઇફેક્ટઃ વેક્સિન લાગ્યા પછી થાક લાગવો. માથુ દુખવું, ઇન્જેકશનવાળી જગ્યાએ દુખાવો થવો. જેવા સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. પણ હજુ સુધી તેનો કોઇ ગંભીર કેસ સામે આવ્યો નથી. મેડિકલ સ્ટડી પ્રમાણે લાંબા સમયથી હાર્ડ બ્લડ પ્રેસર, હેમરેજ સ્ટ્રોક અને થ્રોમ્બોસિસથી પિડીત લોકોમાં એવી ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. પણ તેનો સંબંધ વેક્સિન સાથે જોવા મળ્યો નથી.

કોવૈક્સીનઃ
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વાર બનાવવામાં આવેલી કોવૈક્સિન ઇમ્યુન સિસ્ટમને પ્રશિક્ષિત કરવા માટે એક નિષ્ક્રીય SARS-COV-2 એન્ટીજન સ્ટ્રેનનો ઉપયોગ કરે છે. જે કોરોના વાયરસના સંક્રમણને ઓળખીને તેને સામે લડવામાં મદદ કરે છે. કારણ કે તેને પરંપરાગત રીતે બનાવવામાં આવે છે અને એટલા માટે તેને Moderna અને Pfizer shots જેવી mRna વેક્સિનની સરખામણીમાં ઉપયોગ માટે સુરક્ષિત માનવામાં આવે છે. તેના સાઇડ ઇફેક્ટ ઘણા ઓછા હોય છે.

02 00090 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

સાઇડ ઇફેક્ટઃ કોવૈક્સિન ફેક્ટશીટ અને રેગુલેટ્રી ગાઇડલાઇન અનુસાર ઇનોક્યુલેશન રાઉન્ડ પછી લોકોમાં સોજો. ઇન્જેક્શનની જગ્યા પર દુખાવો. તાવ, પસીનો આવવો અથવા ઠંડી લાગવી, ઉલટી, માથાનું દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. હાલમાં જે લોકો બ્લીડિંગ ડિસઓર્ડર, વીક ઇમ્યુનિટી અને બ્લડ થિનરનો ઉપયોગ કરનારા. ગર્ભવતી. બ્રેસ્ટ ફીડીંગ કરાવતી મહિલાઓને આ વેક્સિન ન લેવાની સલાહ અપાઇ છે.

કોવિશિલ્ડઃ
તો દુનિયાભરમાં ૬૨થી વધારે દેશોમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ કોવિડ વેક્સીનમાં બ્લડ ક્લોટરસની સમસ્યાની સાથે સાથે અન્ય કેટલાક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળ્યા છે. પણ કેટલાય સ્ટડીમાં આ કોવિશિલ્ડ વેક્સિનના ઉપયોગને સુરક્ષિત માનવામાં આવી છે.

03 00199 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?

સાઇડ ઇફેક્ટઃ કોવિશિલ્ડના સાઇડ ઇફેક્ટ કોવૈક્સિનના સમાન જોવા મળ્યા છે. જેમ કે શરીરમાં દુખાવો થવો. ઇન્જેકશનવાળી જગ્યાએ દુખાવો. સામાન્ય તાવ. થાક, માંસપેશીઓ ઝકડાઇ જવી. જેવી સાઇડ ઇફેક્ટની ઇન્ટેન્સિટી થોડી વધારે હોય છે.

તમામ વેક્સિન લાભ અને સાઇડઇફેક્ટની જાણકારી લીધા પછી લોકો સેન્ટર પર વેક્સિનની ઉપલબ્ધતાના અધારે નિર્ણય કરી શકે છે. પણ એ યાદ રાખવુ જરૂરી છે તમામ વેક્સિન એપ્રુવ્ડ હોવાની સાથે સુરક્ષિત પણ છે. અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક છે. અને એટલા માટે સૌ કોઇને સલાહ છે કે જ્યોર પણ વેક્સિન ઉપલબ્ધ થાય તેઓ વેક્સિનના શોટ જરૂર લેવો જોઇએ.

s 3 0 00 00 00 1 કોવૈક્સિન, કોવિશિલ્ડ કે સ્પુતનિકઃ કોણ કેટલું અસરદાર, શું છે તેની સાઇડ ઇફેક્ટ?