Vaccine/ બાળકોને કોરોના રસી આપવા મંજૂરી, 2-18 વર્ષના બાળકોને અપાશે વેક્સિન

બે વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવા માટે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને “કોવેક્સિન” બનાવી છે તે રસી બાળકોને આપવામાં આવશે.

Top Stories India
covaxin to childrens બાળકોને કોરોના રસી આપવા મંજૂરી, 2-18 વર્ષના બાળકોને અપાશે વેક્સિન

કોરોના વેક્સિન મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે બે વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવા માટે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને “કોવેક્સિન” બનાવી છે તે રસી બાળકોને આપવામાં આવશે. ભારતમાં કોરોના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 78 ટકા જેટલી સફળ પુરવાર થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બાળકોને પણ બે ડોઝ રસીના આપવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી જલ્દી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. હજુ સુધી ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન બાળકોને રસીથી કઈ નુકસાન થયું હોય તેના સમાચાર પ્રાપ્ત થયા નથી.

કોરોનાની ત્રીજી લહેર આવે તો તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થઇ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે  આ મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. જે બાળકોને અસ્થમાની સમસ્યા છે તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. કોવેક્સિન સરકારી સ્થળો પર બાળકોને મફત આપવામાં આવશે.

ભારતમાં જો કોરોના રસી અંગે વાત કરવામાં આવે તો અત્યાર સુધી 95 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂટનિક-V રસી 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવી રહી છે.