Not Set/ #Covid19/ અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસથી ન તો કઇ અમીર ન તો કોઇ ગરીબ અને ન તો કોઇ પાર્ટીનાં નેતા બચી શક્યા છે. ત્યારે કોરોનાનાં કેસો બાબતે કોંગ્રેસ નેતાને જાણે તેનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ […]

Ahmedabad Gujarat
23dc0d2a475e1e941af44873b38f4a95 #Covid19/ અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
23dc0d2a475e1e941af44873b38f4a95 #Covid19/ અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસથી ન તો કઇ અમીર ન તો કોઇ ગરીબ અને ન તો કોઇ પાર્ટીનાં નેતા બચી શક્યા છે. ત્યારે કોરોનાનાં કેસો બાબતે કોંગ્રેસ નેતાને જાણે તેનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાનાં કોંગ્રેસનાં કાઉન્સિલર કમળાબેન ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમળાબેનને બે દિવસથી ગભરામણ થવાની સમસ્યા થઈ રહી હતી. જે બાદ કમળાબેન ચાવડાને  SVP માં ભરતી કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.