Not Set/ #Cricket #T20 #India vs Bangladesh – ભારતને 8 વિકેટથી શાનદાર વિજય, શ્રેણી 1-1 થી બરાબર

ભારતે 154 રનનો પીછો કરતા 8 વિકેટથી શાનદાર વિજય મેળી T20ની આ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. ભારત તરફથી રાહિત દ્વારા ઘૂંઆઘાંર 85 રનની પારી ખેલવામાં આવી હતી. તો ધવન દ્વારા પણ ફટકાબાજીની ઝલકથી દર્શકોનો ઉત્સાહ વઘારવામાં આવ્યો હતો. ભારતની જીત સાથે જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ફટાકડાનાં ગાળગળાટથી વાતાવરણ ગુંજી […]

Top Stories Sports
india #Cricket #T20 #India vs Bangladesh – ભારતને 8 વિકેટથી શાનદાર વિજય, શ્રેણી 1-1 થી બરાબર

ભારતે 154 રનનો પીછો કરતા 8 વિકેટથી શાનદાર વિજય મેળી T20ની આ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. ભારત તરફથી રાહિત દ્વારા ઘૂંઆઘાંર 85 રનની પારી ખેલવામાં આવી હતી. તો ધવન દ્વારા પણ ફટકાબાજીની ઝલકથી દર્શકોનો ઉત્સાહ વઘારવામાં આવ્યો હતો. ભારતની જીત સાથે જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ફટાકડાનાં ગાળગળાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આપને જણાવી દઇએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ટોસ હાર્યા બાદ બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જીત સમયે  શ્રેયસ અય્યર  અને લોકેશ રાહુલ ક્રીઝ પર છે.

આપણ વાંચો : #Cricket #T20 #India vs Bangladesh – ભારતને જીત માટે મળ્યો 154 રનનો ટાર્ગેટ

ભારત-બાંગ્લાદેશની ટીમો પર એક નજર 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ yerયર, રૂષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર અને ખલીલ અહેમદ.

બાંગ્લાદેશ: લિટન દાસ, મોહમ્મદ નૈમ, સૌમ્યા સરકાર, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ (કેપ્ટન), આફિફ હુસેન, મોસાદેક હુસેન, અમીનુલ ઇસ્લામ, શફીઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, અલ અમીન અહુસેન.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.