World Cup/ વર્લ્ડકપમાં ભારત સામે 12 વાર હાર્યા બાદ પણ પાકિસ્તાનનું નથી તૂટી રહ્યું ઘમંડ, બાબરે શું કર્યો મોટો દાવો ?

પાકિસ્તાનના કેપ્ટન બાબરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે યુએઈમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે અહીંની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છીએ. અમે જાણીએ છીએ કે અહીં વિકેટ કેવી રીતે રમે છે અને પિચ અનુસાર બેટ્સમેનોએ તેમની રમતમાં શું ફેરફાર કરવો પડે છે.

Sports
Virat Kohli Babar Azam

3 દિવસ બાદ ટી 20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. પરંતુ તમામની નજર 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ પર છે. આ મેચ પહેલા જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે માઇન્ડ ગેમ શરૂ કરી દીધી છે. તેણે આ મેચમાં પોતાની ટીમની જીતનો દાવો કર્યો છે. પાકિસ્તાન ટી 20 અને વનડે વર્લ્ડ કપમાં એક પણ વખત ભારતને હરાવી શક્યું નથી. બંને દેશોએ વનડે વર્લ્ડ કપમાં 7 વખત અને ટી 20 વર્લ્ડ કપમાં 5 વખત એકબીજાનો સામનો કર્યો છે. પરંતુ એક વખત પણ પાકિસ્તાન જીતી શક્યું નથી. પરંતુ આ વખતે બાબર આઝમ જીતના સપના જોઈ રહ્યા છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે યુએઈમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે અહીંની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છીએ. અમે જાણીએ છીએ કે અહીં વિકેટ કેવી રીતે રમે છે અને પિચ અનુસાર બેટ્સમેનોએ તેમની રમતમાં શું ફેરફાર કરવો પડે છે. હું માનું છું કે તે દિવસે જે પણ ટીમ વધુ સારી ક્રિકેટ રમશે. તે મેચ જીતશે. જો તમે મને પૂછો, તો અમે આ મેચ જીતવા જઈ રહ્યા છીએ.તેમણે કહ્યું કે એક ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ અને મનોબળ ખરેખર ઉંચો  છે. આપણે ભૂતકાળ વિશે નહીં પરંતુ ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે આ એક હાઇ વોલ્ટેજ ફાઇટ છે. અમે તે માટે તૈયારી કરી રહ્યા છીએ. મને ખાતરી છે કે અમારી તૈયારી સારી છે અને અમે તે દિવસે ભારતને કઠિન સ્પર્ધા આપીશું. અમારો હેતુ આ મેચ જીતવાનો અને ટુર્નામેન્ટમાં વેગ મેળવવાનો રહેશે.

ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે સારો રેકોર્ડ છે. ટીમ ઇન્ડિયાએ ટી 20 વર્લ્ડ કપની તમામ 5 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. 2007 માં ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજ અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સિવાય ટીમ ઈન્ડિયા 2012, 2014 અને 2016 માં પણ જીતવામાં સફળ રહી હતી. છેલ્લી વખત 2016 વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાને પ્રથમ રમતી વખતે 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.