Not Set/ થોડા દિવસ પહેલા જ દીકરી ગુમાવનાર ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન

વિષ્ણુ સોલંકીને તેના પિતાના મૃત્યુના સમાચાર રવિવારે મળ્યા. પરંતુ, તેણે પોતાની ટીમ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપી અને આખી મેચ રમી.

Gujarat Vadodara
વિષ્ણુ સોલંકીના

બરોડાના બેટ્સમેન વિષ્ણુ સોલંકી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ યુવા બેટ્સમેને તાજેતરમાં જ તેની નવજાત પુત્રી ગુમાવી હતી. તે આ દુ:ખમાંથી બહાર નીકળી શક્યો ન હતો કે આ દરમિયાન વિષ્ણુ સોલંકીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. વિષ્ણુ સોલંકીના પિતાનું 27 ફેબ્રુઆરીને રવિવારે અવસાન થયું હતું.

રિપોર્ટ અનુસાર, વિષ્ણુ સોલંકીને તેના પિતાના મૃત્યુના સમાચાર રવિવારે મળ્યા. પરંતુ, તેણે પોતાની ટીમ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપી અને આખી મેચ રમી.આપને જણાવી દઈએ કે, વિષ્ણુ સોલંકી રણજી ટ્રોફી 2022માં બરોડા તરફથી રમી રહ્યો છે. શનિવારે તેણે ચંદીગઢ સામે શાનદાર સદી ફટકારી હતી.

a 169 1 થોડા દિવસ પહેલા જ દીકરી ગુમાવનાર ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન

બરોડા અને ચંદીગઢની ટીમના બાકી ખેલાડીઓએ વિષ્ણુના પિતા પરષોત્તમ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી અને હાથમાં કાળી પટ્ટી બાંધીને મેચ રમ્યા હતા. સોલંકીએ પિતાના અંતિમ સંસ્કાર વીડિયો કોલ પર જોયા. તે સમયે વિષ્ણુની આંખો ભરાઈ આવી હતી. ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, કટકમાં આગામી મેચ રમ્યા પછી તે વડોદરા પાછો ફરશે. મેચ પૂરી થયા પછી વિષ્ણુ પોતાના રુમમાં જતો રહ્યો હતો અને ત્યાં જ બાકીનો સમય પસાર કર્યો.

બરોડા અને ચંદીગઢ વચ્ચેની મેચના છેલ્લા દિવસે વિષ્ણુ સોલંકી પોતાના ઘરથી દૂર મેદાનમાં હતો. બરોડા અને ચંદીગઢની આ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી.

પુત્રીના મૃત્યુ બાદ તે મેદાનમાં પાછો ફર્યો અને સદી ફટકારી

વિષ્ણુ સોલંકીએ તાજેતરમાં જ તેમની નવજાત પુત્રી ગુમાવી હતી. પુત્રીને અંતિમ વિદાય આપીને મેદાનમાં પરત ફરેલા વિષ્ણુ સોલંકીએ શનિવારે રણજી મેચમાં બરોડા તરફથી રમતા ચંડીગઢ સામે સદી ફટકારી હતી. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા વિષ્ણુ સોલંકીએ 161 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા.

વડોદરાનો રહેવાસી વિષ્ણુ વિનોદ છેલ્લા 6 વર્ષથી બરોડાની ટીમનો ભાગ છે અને ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 25 ફર્સ્ટ ક્લાસ મેચમાં 42ની એવરેજથી 1679 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો :રાખી સાવંતની જેમ મીકા સિંહ પણ બનાવશે નેશનલ ટીવી પર સ્વયંવર,જાણો વિગત

આ પણ વાંચો :શબાના આઝમીની ભત્રીજી સાથે અડધી રાત્રે ટેક્સી ડ્રાઈવરે કર્યું આવું કૃત્ય, અભિનેત્રીએ કહ્યું અસહ્ય

આ પણ વાંચો :આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન

આ પણ વાંચો :એકતા કપૂર પર લાગ્યો કોન્સેપ્ટ ચોરીનો આરોપ, કંગના રનૌતના શોને મળી શકે છે બ્રેક