reduce/ AMCની આવકમાં નોધાયો કરોડો રૂપિયાનો ઘટાડો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર સહીત અન્ય વેરા એમ મળીને તમામ વેરાની આવકમાં ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અંદાજે 115 કરોડ આસપાસની આવક ઘટી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Top Stories Gujarat
snack 22 AMCની આવકમાં નોધાયો કરોડો રૂપિયાનો ઘટાડો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર સહીત અન્ય વેરા એમ મળીને તમામ વેરાની આવકમાં ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અંદાજે 115 કરોડ આસપાસની આવક ઘટી હોવાનું સામે આવ્યું છે.

  • લોકડાઉનને પગલે જનતાને અપાયા વિવિધ વળતર
  • હવે ઘટવા પાછળ વળતર છે કારણભૂત

ગત વર્ષે પહેલી એપ્રિલથી 14 ડિસેમ્બર-2019ના સમય દરમ્યાન મ્યુનિ.તંત્રને તમામ વેરાની આવક રૂપિયા 962.34 કરોડ હતી.આ વર્ષે આ સમય દરમ્યાન કુલ રૂપિયા 847.10 કરોડ આવક થવા પામી છે.આમ ગત વર્ષની તુલનામાં રૂપિયા 115.24 કરોડ આવક ઓછી થઈ છે. આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મ્યુનિ.ના ટેકસ વિભાગ દ્વારા મિલ્કતવેરા ઉપરાંત શહેરના કરદાતાઓ પાસેથી પ્રોફેશનલ ટેકસ તેમજ વ્હીકલ ટેકસની વસુલાત પણ કરવામાં આવે છે.આ વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલા શહેરમાં લોકડાઉનના સમય ઉપરાંત મ્યુનિ.ના સત્તાધારી પક્ષ તેમજ રાજય સરકાર દ્વારા વેરો ભરનારાઓ માટે વિવિધ પ્રકારના વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેના પરીણામે ગત વર્ષની તુલનામાં આ વર્ષે મ્યુનિ.ને મિલ્કતવેરા સહીતના અન્ય વેરાની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સત્તાધારી પક્ષે મુદત પુરી થતા પહેલા મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મિલ્કતવેરો ભરનારને અપાતી રાહતની મુદત 31 જાન્યુઆરી સુધી લેબાવી છે.

  • મિલ્કત વેરાથી52 કરોડની આવક
  • વિહિકલ ટેક્સમાં નોંધાયો મોટો ઘટાડો
  • વર્ષે35 કરોડની આવક

ગત વર્ષે પહેલી એપ્રિલથી 14 ડિસેમ્બર -2019 સુધીમાં મિલ્કતવેરાની કુલ આવક રૂપિયા 770.52 કરોડ હતી. આ વર્ષે આ સમય દરમ્યાન રૂપિયા 678.64 કરોડ થઈ છે.પ્રોફેશનલ ટેકસમાં ગત વર્ષે કુલ રૂપિયા 131.44 કરોડ આવક પહેલી એપ્રિલથી 14 ડિસેમ્બર સુધીમાં થઈ હતી.આ વર્ષે રૂપિયા 116.11 કરોડ થવા પામી છે.આ પ્રમાણે વ્હીકલ ટેકસમાં રૂપિયા 60.38 કરોડ આવક થઈ હતી.આ વર્ષે રૂપિયા 52.35 કરોડ આવક થઈ છે.

કયા ઝોનમાં મિલકતવેરાની  કેટલી આવક ?

અમદાવાદ શહેરના સાત ઝોનમાં આ વર્ષે પહેલી એપ્રિલથી 14 ડિસેમ્બર સુધીમાં ઝોન પ્રમાણે મિલ્કતવેરાની થયેલી આવક આ પ્રમાણે છે.

ઝોન    આવક

મધ્ય   103.74 કરોડ

ઉત્તર   58.54 કરોડ

દક્ષિણ  45.84 કરોડ

પૂર્વ    69.94 કરોડ

પશ્ચિમ  186.34 કરોડ

ઉત્તર પશ્ચિમ    125.90 કરોડ

દક્ષિણ પશ્ચિમ   88.34 કરોડ

બ્યુરો રિપોર્ટ મંતવ્ય  ન્યૂઝ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…