શ્રીનગર/ આતંકીઓની યોજના CRPF જવાનોએ કરી નિષ્ફળ, NH-44 પરથી મળી આવ્યા હતા ચાઇનીઝ ગ્રેનેડ

CRPF ની ટીમને શ્રીનગરનાં બેમીના વિસ્તારમાં પોલીસ પબ્લિક સ્કૂલ પાસે રસ્તા પર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી.

Top Stories India
1 215 આતંકીઓની યોજના CRPF જવાનોએ કરી નિષ્ફળ, NH-44 પરથી મળી આવ્યા હતા ચાઇનીઝ ગ્રેનેડ

જમ્મુ -કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા શ્રીનગર વિસ્તારમાં રસ્તાને ઉડાવી દેવાની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, CRPF ની ટીમને શ્રીનગરનાં બેમીના વિસ્તારમાં પોલીસ પબ્લિક સ્કૂલ પાસે રસ્તા પર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જ્યારે આ બેગ ખોલવામાં આવી ત્યારે દરેકનાં હોશ ઉડી ગયા હતા. બેગમાં 6 ચાઇનીઝ ગ્રેનેડ મળી આવ્યા હતા.

આ પણ વાંચો – Political /  અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનનાં કારણે વિજય રૂપાણીને આપવુ પડ્યું રાજીનામુંઃ હાર્દિક પટેલ

આ રીતે રેતીની બોરીમાંથી ગ્રેનેડ મળતા હંગામો મચી ગયો હતો. જવાનોએ કાળજીપૂર્વક આ ગ્રેનેડને સલામત સ્થળે ખસેડ્યા જેથી કોઈ જાન-માલનું નુકશાન ન થાય. CRPF એ કહ્યું કે, નેશનલ હાઈવે NH 44 ખોલવાની દૈનિક કવાયત દરમિયાન રસ્તા પાસેનાં ડિવાઈડર પર રેતીની બોરી મળી આવી હતી. જ્યારે રેતીથી ભરેલી આ બોરી ખોલવામાં આવી ત્યારે બધા ચોંકી ગયા હતા, કારણ કે બોરીમાં રેતીની અંદર 6 ચીની ગ્રેનેડ મળી આવ્યા હતા. હાઇવે પર ભીડને કારણે, તેઓને ત્યાં નિષ્ક્રિય કરવામાં આવ્યા ન હોતા પરંતુ પોલીસને સોંપવામાં આવ્યા હતા જેથી તેનો નિકાલ કરી શકાય. કાશ્મીરમાં હાઇબ્રિડ આતંકવાદીઓની હાજરીથી સુરક્ષા દળો માટે પડકાર વધી ગયો છે. જણાવી દઇએ કે, આ હાઈબ્રિડ આતંકવાદીઓ નિશસ્ત્ર લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેમને પાર્ટ ટાઈમ આતંકવાદી પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

તાજેતરમાં કાશ્મીરમાં રાજકારણીઓ અને પોલીસકર્મીઓની હત્યામાં તેઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. સુરક્ષા દળો અને પોલીસને પણ આ પાર્ટટાઈમ આતંકવાદીઓને શોધી કાઠવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે તેમનું મિશન પૂર્ણ કર્યા પછી, તેઓ તેમની દૈનિક સામાન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાય છે. જોકે, તાજેતરનાં ભૂતકાળમાં સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે.