Not Set/ CWG 2018 : મલેશિયાને 2-1થી હરાવીને ભારતીય પુરુષ હોકી ટીમ પહોંચી સેમીફાઈનલમાં

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સના ભારતીય પુરુષ હોકી ટીમે મલેશિયાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમે મલેશિયાને 2-1થી હાર આપી. હરમનપ્રીત સિંહે ત્રીજી અને 44મી મિનીટે ગોલ કર્યો હતો અને મલેશિયા તરફથી ફૈઝલ સારીએ 16મી મિનીટે એક ગોલ કર્યો હતો. જયારે હરમનપ્રીતે બંને ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યા […]

Sports
hero hockey world league semi final nine 1ac89c4e 3c6b 11e8 80b2 0257d29a997a CWG 2018 : મલેશિયાને 2-1થી હરાવીને ભારતીય પુરુષ હોકી ટીમ પહોંચી સેમીફાઈનલમાં

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સના ભારતીય પુરુષ હોકી ટીમે મલેશિયાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમે મલેશિયાને 2-1થી હાર આપી. હરમનપ્રીત સિંહે ત્રીજી અને 44મી મિનીટે ગોલ કર્યો હતો અને મલેશિયા તરફથી ફૈઝલ સારીએ 16મી મિનીટે એક ગોલ કર્યો હતો. જયારે હરમનપ્રીતે બંને ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યા હતા.

ભારતની શરુઆત ખુબ જ સારી હતી. ત્રીજી જ મિનીટે ભારતે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરી નાખ્યો હતો. આ ગોલથી ભારતને 1-0ની બઢત મળી ગઈ હતી. મલેશિયાને પણ પેનલ્ટી કોર્નરમાં ગોલ મારવાનો મોકો મળ્યો હતો પણ ભારતના ગોલકીપરે તે ગોલને રોકી દીધો હતો.

ભારત તરફથી એક ગોલની બઢત મળ્યા બાદ બંને ટીમો વચ્ચે ગોલ મારવાની રસાકસી જોવા મળી હતી તે સમયે મલેશિયા તરફથી ફૈઝલને ગોલ મારવાનો મોકો મળ્યો હતો. જેમાં ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને ધોખો આપીને મલેશિયાએ એક ગોલ પોતાના નામે કરી લીધો હતો અને 1-1ની બરાબરી ક્રરી લીધી હતી.

ત્રીજા કવાર્ટરમાં છેલ્લે છેલ્લે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેમાં હરમનપ્રીતે ગોલ મારીને 2-1ની બઢત મેળવી લીધી હતી. આ બઢતને ભારતે લાસ્ટ સુધી ટકાવી રાખી અને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો..