Not Set/ જીજ્ઞેશ કવિરાજના ફેક IDનો મામલો, સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ

સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ પ્રકાશ વ્યાસ નામના આરોપીની બનાસકાંઠાથી ધરપકડ જીગ્નેશ કવિરાજ બારોટના નામનું ફેસબુક ID બનાવ્યું હતું ગુજરાતી લોક ગાયક જીજ્ઞેશ કવિરાજના ફેક આઈડી મામલે સાયબર ક્રાઈમે એક આરોપીની ધરપકડ કરી છે.  પ્રકાશ વ્યાસ નામના આરોપીની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. પ્રકાશ વ્યાસ નામના શખ્સે જીજ્ઞેશ કવિરાજ બરોટ નામનું નકલી ફેસબુક આઈડી […]

Ahmedabad Gujarat
jignesh kaviraaj જીજ્ઞેશ કવિરાજના ફેક IDનો મામલો, સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ

સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ

પ્રકાશ વ્યાસ નામના આરોપીની બનાસકાંઠાથી ધરપકડ

જીગ્નેશ કવિરાજ બારોટના નામનું ફેસબુક ID બનાવ્યું હતું

ગુજરાતી લોક ગાયક જીજ્ઞેશ કવિરાજના ફેક આઈડી મામલે સાયબર ક્રાઈમે એક આરોપીની ધરપકડ કરી છે.  પ્રકાશ વ્યાસ નામના આરોપીની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. પ્રકાશ વ્યાસ નામના શખ્સે જીજ્ઞેશ કવિરાજ બરોટ નામનું નકલી ફેસબુક આઈડી બનાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પ્રકાશ વ્યાસ જીગ્નેશ કવિરાજ સાથે સારી ઓળખ  ધરાવે છે. અને તેણે જીગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે. તે જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. આટલું જ નહીં આરોપીએ મહિલાઓને મેસેજો કરી જીગ્નેશ હોવાનું કહી તેનો જન્મદિવસ છે એમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓ ને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો.


આ અંગે જીગ્નેશ બારોટ દ્વારા સાયબર ક્રાઈમમાં આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જીગ્નેશે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબૂકમાં અજાણ્યા વ્યકિતએ તેના નામનું એકાઉન્ટ બનાવી ફોટોઝ મુક્યા છે. અને તેના થાકી તે તેના મિત્રો અને ફેન્સ વાતચીત કરે છે.

આ ઉપરાંત આરોપીએ ડમી ફેસબુક એકાઉન્ટના સ્ટેટસમાં ‘નવા સોંગ માટે સારી હિરોઇન જોઇએ છીએ, જેને પણ મારી સાથે કામ કરવું હોય તે મને FBમાં SMS કરે અને ફોટોઝ મોકલે’ તેવું લખ્યું હતું. આરોપી ઓરિનજલ ફેસબૂક એકાઉન્ટમાંથી ફોટો લઈ ફેક એકાઉન્ટમાં અપલોડ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.