ચક્રવાત/ બિપોરજૉય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 410 કિ.મી. દૂર,સમુદ્વમાં ભારે તોફાન આવવાની સંભાવના

બિપોરજૉય વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 2 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.

Top Stories Gujarat
4 2 8 બિપોરજૉય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 410 કિ.મી. દૂર,સમુદ્વમાં ભારે તોફાન આવવાની સંભાવના

બિપોરજૉય વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 2 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે આજે 12 જૂન 2023ના  બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિ.મી. જ્યારે કચ્છના જખૌ બંદરથી 410 કિ.મી. દૂર છે. 15મી જૂન સુધીમાં માંડવી અને જખૌ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમ તેમ દરિયામાં તેની તીવ્રતાની અસર જોવા મળી રહી છે. . વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે

નોંધનીય છે કે આ વાવાઝોડુ 14 જૂનના સવાર સુધીમાં લગભગ ઉત્તર દિશા તરફ આગળ વધે, ત્યારબાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ વળે અને છેવટે 15 જૂન,2023ના બપોર સુધીમાં 150 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં માંડવી તથા કરાચી વચ્ચેના ભાગમાંથી પસાર થાય તેવી શક્યતા રહેલી છે. . 12મી જૂન, 2023ના રોજ બપોરે 02.30 વાગ્યાના સમયે તેનું કેન્દ્ર અક્ષાંશ 19.7°N અને રેખાંશ 67.5°E હતું. આ પ્રચંચ શક્તિશાળી વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 310 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 340 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 410 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 420 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 580 કિ.મી. દૂર હતું.