ચક્રવાતી તૂફાન/ ચક્રવાત ‘બુરેવી’ શ્રીલંકાથી વધ્યું આગળ, તિરુવનંતપુરમ એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ

શ્રીલંકાના હવામાન વિભાગે રાહત આપતા કહ્યું છે કે બુધવારે રાત્રે ઉત્તરી પ્રાંતમાં પટકાયેલા ચક્રવાત ”બુરેવી’ને કારણે વધારે નુકસાન થયું નથી, પરંતુ આગામી 24 કલાક સુધી તેની અસર ચાલુ રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેંટે જણાવ્યું હતું કે ચ

Top Stories India
anand 10 ચક્રવાત 'બુરેવી' શ્રીલંકાથી વધ્યું આગળ, તિરુવનંતપુરમ એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ

શ્રીલંકાના હવામાન વિભાગે રાહત આપતા કહ્યું છે કે બુધવારે રાત્રે ઉત્તરી પ્રાંતમાં પટકાયેલા ચક્રવાત ”બુરેવી’ને કારણે વધારે નુકસાન થયું નથી, પરંતુ આગામી 24 કલાક સુધી તેની અસર ચાલુ રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેંટે જણાવ્યું હતું કે ચક્રવાત શ્રીલંકાના ત્રિંકોમલી જિલ્લાના તિરીયા અને કુચવેલી ગામ વચ્ચે પટકાયો હતો. બીજી તરફ, ભારતના જોખમને ધ્યાનમાં લઇને શુક્રવારે સવારે 10 થી સાંજના 6 વાગ્યા દરમિયાન તિરુવનંતપુરમ એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચક્રવાતને કારણે દેશના ઉત્તરીય ભાગમાં ત્રિકોણમલીમાં 200 મીમી વરસાદ પડ્યો હતો. જો કે, આશંકાથી વિપરીત, ઘણું નુકસાન થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણાં સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા છે અને પાણી ભરાયા છે પરંતુ સંપત્તિને વધારે નુકસાન થયું નથી.

ત્રિકોણમલીમાં અચાનક આવેલા પૂરમાં 12 મકાનો ડૂબી ગયા હતા. આશરે 630 પરિવારોએ હંગામી રાહત શિબિરોમાં આશ્રય લીધો હતો જ્યારે 17,00 પરિવારો પોતે અન્યત્ર સ્થળાંતર કરી ગયા હતા. વાવણિયા જિલ્લામાં આશરે 250 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે કહ્યું છે કે ગુરુવારે સાંજ સુધીમાં ચક્રવાત વધુ નબળું પડી જશે, પરંતુ જોરદાર પવન અને ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારો પર નજર રાખવામાં આવશે.

તિરુવનંતપુરમ એરપોર્ટ આવતીકાલે 8 કલાક બંધ રહેશે

ચક્રવાતી તોફાન ‘બુરેવી’ ને જોતા આવતીકાલે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી તિરુવનંતપુરમ એરપોર્ટ બંધ રહેશે. આ પગલું એરપોર્ટ કામગીરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. તિરુવનંતપુરમના કલેકટર નવજોત ખોસાએ આ માહિતી આપી છે.

પુડુચેરીમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે

શુક્રવારે પુડુચેરીમાં સતત વરસાદને કારણે સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.