Not Set/ દાદરાનગર હવેલી: શિક્ષણ વિભાગની સુસ્તીને કારણે બાળકો 20 દિવસથી છે રોટલીનાં ભૂખ્યા

દાદરા નગર હવેલી, દાદરા નગર હવેલીના રખોલી ખાતે આવેલી કુમારશાળા બોયસ્ હોસ્ટેલમાં ભોજન દરમ્યાન ૨૧ દિવસથી રોટલી ન મળતાં આ છાત્રાલયના બાળકો દાળ ભાત ખાવા પર મજબૂર બન્યા છે. ત્યારે સરકારી શાળાઓમાં પોષ્ટીક આહાર આપવાના પ્રશાસનની વાતનો છેદ ઉડતો જણાય છે. એક તરફ દાનહ પ્રશાસન પ્રદેશની દરેક સરકારી શાળાઓ, નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રોજ […]

Top Stories Gujarat Others India
rakholi dadranagar haveli mantavya news દાદરાનગર હવેલી: શિક્ષણ વિભાગની સુસ્તીને કારણે બાળકો 20 દિવસથી છે રોટલીનાં ભૂખ્યા

દાદરા નગર હવેલી,

દાદરા નગર હવેલીના રખોલી ખાતે આવેલી કુમારશાળા બોયસ્ હોસ્ટેલમાં ભોજન દરમ્યાન ૨૧ દિવસથી રોટલી ન મળતાં આ છાત્રાલયના બાળકો દાળ ભાત ખાવા પર મજબૂર બન્યા છે.

ત્યારે સરકારી શાળાઓમાં પોષ્ટીક આહાર આપવાના પ્રશાસનની વાતનો છેદ ઉડતો જણાય છે. એક તરફ દાનહ પ્રશાસન પ્રદેશની દરેક સરકારી શાળાઓ, નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રોજ પોષ્ટીક આહાર આપવામાં આવતો હોવાની વાતો કરે છે. પરંતુ અહીંના રખોલી ખાતે આવેલી કુમાર શાળા બોઇસ હોસ્ટેલના છાત્રએ જણાવ્યું હતું કે તેઓને ભોજન મેન્યુમાં રોજ રોટલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ૨૧ દિવસથી વિદ્યાર્થીઓને ખાવામાં રોટલી નથી મળી રહી. સાથે જ એક સમયે સવારના દૂધ અને કેળા પણ મળતા હતા, પરંતુ તે પણ હાલ બંધ થઈ ગયા છે.

Hostel students are hungry without Chapati for twenty days.
હોસ્ટેલના વિદ્યાર્થીઓ વીસ દિવસથી રોટલી વગર ભૂખ્યા છે.

આ હોસ્ટેલમાં અભ્યાસ કરવા માટે વિવિધ ગામોના આશરે 60 થી 70 છોકરાઓ રહે છે. ત્યારે બીજી તરફ આ જ રખોલી શાળા કેમ્પસમાં છેલ્લા એક અઠવાડિયાંથી ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન ભોજનમાં શિરો, પુરી, ઢોકળા, બે જાતનાં શાક, દાળ-ભાત જેવી અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી રહી છે.

તો એજ્યુકેશન વિભાગ કુમાર શાળાના વિદ્યાર્થીઓ સાથ કેમ ભેદભાવ કરી તેઓને માત્ર દાળ ભાત ખાવા પર મજબૂર કરી રહી છે?

અગાઉ પ્રદેશની દરેક સરકારી હોસ્ટેલ જિલ્લા પંચાયત દ્વારા હેન્ડલીંગ કરવામા આવતી હતી, જે સમયે વિદ્યાર્થીઓને રેગ્યુલર ભોજન મેનુ મુજબ ખાવાનું મળતુ હતુ. પરંતુ નવા શૈક્ષણિક વર્ષથી આ પ્રદેશની દરેક હોસ્ટેલ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનના અંદરમા લેવામા આવી છે. શાળાનાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમમાં વિદ્યાર્થીઓને રેગ્યુલર ભોજન મેનુ પ્રમાણે ખાવાનુ મળતુ હતુ. પરંતુ હાલમાં 20 દિવસથી વિદ્યાર્થીઓને ખાવામા રોટલી પણ નથી મળતી.

જાણવા મળેલ માહીતી મુજબ એજ્યુકેશન ઓફ ડાયરેક્ટર દ્વારા મે મહિનાથી ઘઉં જ આપવામા આવ્યા નથી જેના કારણે લોટ ઘટી ગયો છે. જો વિદ્યાર્થીઓને આવું જ પોષણ આપવામાં આવશે તો દેશની નવી પેઢી કેવી હશે તે વિચારવું રહ્યું છે.