Surat Land Scam/ ભ્રષ્ટાચારીઓ સામે દાદાની લાલ આંખ, વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરાયા

ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે રાજ્ય સરકારે આકરું વલણ અપનાવ્યું છે. દાદાએ ભ્રષ્ટાચારીઓ સામે બરોબરની લાલ આંખ કરી છે. જમીન કૌભાંડ કરનારા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Gujarat Gandhinagar Others Breaking News
Beginners guide to 2024 06 11T141225.388 ભ્રષ્ટાચારીઓ સામે દાદાની લાલ આંખ, વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરાયા

Gandhinagar News: ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે રાજ્ય સરકારે આકરું વલણ અપનાવ્યું છે. દાદાએ ભ્રષ્ટાચારીઓ સામે બરોબરની લાલ આંખ કરી છે. જમીન કૌભાંડ કરનારા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારે ભ્રષ્ટાચારીઓને સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે.

ભુપેન્દ્ર પટેલ સરકારે આ કાર્યવાહીના પગલે ભ્રષ્ટાચારીઓને આકરો સંદેશ આપ્યો છે. તેમણે સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે. ઉલ્લેખનીય છે કે વલસાડના કલેક્ટરનું નામ સુરતની ડુમસ જમીન કૌભાંડમાં ગાજ્યું છે. વલસાડના કલેક્ટર સુરતના કલેક્ટર હતા ત્યારે તેમણે જમીન કૌભાંડમાં મદદ કરી હતી.

તેમણે સરકારી જમીન બારોબાર બિલ્ડરોને વેચી નાખવાનો કારસો રચ્યો હતો. આ માટે પાછલી અસરથી નામ દાખલ કરવા સહિત વિવિધ ગેરકાયદેસરના કામો કર્યા હતા. તેના લીધે સ્થાનિક સ્તરે લોકોને જાણ થતાં તેઓએ મોટાપાયા પર ઉહાપોહ મચાવ્યો હતો. આ ઉહાપોહના પગલે સરકાર ચોંકી હતી.

સરકારે  કેસની તપાસના દેશ આપ્યા હતા. તેમા કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી લેવાનો કારસો રચાયો હોવાનું જાણમાં આવ્યું હતું. આના પગલે પહેલા તો સુરતના કલેક્ટરની બદલી કરાઈ હતી અને તે બદલી વલસાડ કરાઈ હતી. પણ તપાસ દરમિયાન કૌભાંડમાં તેમના મૂળ ઊંડા હોવાનું બહાર આવતા હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે દાદાએ સંદેશો આપ્યો છે કે સરકાર ભ્રષ્ટાચાર કરનારા કોઈપણ મોટા અધિકારીને નહીં છોડે.

સુરતમાં ડુમ્મસ ખાતે 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચોરસ મીટર સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે તેમા બદલી પામનારા કલેક્ટર આયુષનું નામ ઉછળીને સામે આવ્યું છે, જેમણે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી હતી. તેમા સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થાય છે.

ડુમસની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કારસામાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેથી મનાઈહુકમ મેળવી લીધો છે. આ કિસ્સામાં 30 જાન્યુઆરીના રોજ બદલી થતી હોઈ અને 29મી જાન્યુઆરીના રોજ આઇએએસ આયુષ ઓકે ફાઇલને જે રીતે મંજૂરી આપી તેને લઈને મહેસૂલીતંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય સચિવ રાજકુમારે મહેસૂલ તપાસણી કમિશ્નર આરઆઇસીની ટીમ ઉપરાંત સમગ્ર ઘટનાક્રમમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ રીતે સરકારી જમીન ગણોતિયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટું રાજકીય માથું હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં ચર્ચા છે.

ડુમસ ગામના સરવે નંબર 311/3 વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49ના વર્ષથી હતી. આ સરકારી જમીન હોવા છતાં તેમા કબ્જેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582થી દાખલ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનમાં ગણોતિયા તરીકેનું નામ દાખલ થઈ શકે તેમ નહી હોવા છતાં આ નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હતું.તેના પછી સરકારી શીર પડતર લખેલી જગ્યા પર આ લીટી દોરીને તેમા ડેરી કંપનીના મેનેજર વી.સી. જાદવનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે આ રીતે નામ દાખલ કરવાની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે. તેની સાથે કોઈનું પણ નામ ઉમેરતા પહેલા તેમા શો કોઝ નોટિસ પણ આપવાનો નિયમ છે. અહીં આવી કોઈ તસ્દી લેવામાં આવી ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ