- નર્મદાના ડેડીયાપાડામાં વિદ્યાર્થિની પર ગેંગ રેપ
- ધો.11માં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ
- 6 કિશોરોએ વિદ્યાર્થિની પર કર્યું દુષ્કર્મ
- શાળાની પાછળ લઇ જઇને આચર્યું દુષ્કર્મ
- પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા
ગુજરાતમાં એક પછી એક ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકની ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તબક્કે મામલામાં 6 સગીરની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. સગીર તેને ફોસલાવીને સ્કૂલની પાછળ લઇ ગયાં હતાં અને તેના પર ગેંગરેપ કર્યો હતો. ઘટનાને પગલે મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ કરી દુષ્કર્મ આચરનારા બાળકોની વિગતો એકત્ર કરાઇ હતી. જેમાં દુષ્કર્મ આચરનારા સગીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા સગીરો સહીત યુનકની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો :કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે વિપક્ષી નેતાઓ સામે તાંત્રિક વિધિ કરાઇ હોવાનો ઓડિયો થયો વાયરલ, અપાયા
ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતાં માસીનાં ઘરે ગઈ હતી. જ્યાં પરિવારજનોએ તેના ગુમ થયા અંગે પુછપરછ કરતાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી નહોતી. જેથી તેના પરિવારે દેડિયાપાડા પોલીસ સ્ટેશને લાવી હતી. ઘટનાને પગલે દેડિયાપાડા પીએસઆઇ અશોક પટેલ તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ કરી દુષ્કર્મ આચરનારા બાળકોની વિગતો એકત્ર કરાઇ હતી. જેમાં દુષ્કર્મ આચરનારા બાળકો પણ સગીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તમામ યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે.
જોકે, મામલાની ગંભીરતાને લઇને નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર એલસીબી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ તેમજ સીપીઆઇ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ દેડિયાપાડા દોડી આવ્યાં હતાં. પોલીસે આ ઘટનામાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી 1 આરોપી સગીર વયનો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ કર્યો આપઘાત
આ પણ વાંચો :ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું
આ પણ વાંચો :વડોદરામાં કાનમાં ગેસનો બોટલ ફાટયો, બાળક સહિત 4 લોકો ગંભીર રીતે દાઝ્યા
આ પણ વાંચો : વડોદરા-અમદાવાદ એકસપ્રેસ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું મોત,LPG