નિધન/ દાદરા નગર હવેલીના સાંસદનું નિધન, આત્મહત્યા કર્યાની આશંકા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. તેઓએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
a 299 દાદરા નગર હવેલીના સાંસદનું નિધન, આત્મહત્યા કર્યાની આશંકા
  • મોહન ડેલકરનું આકસ્મિક નિધન
  • દાદરા નગર હવેલીના સાંસદનું નિધન
  • મોહન ડેલકરે આત્મહત્યા કર્યાની આશંકા
  • મુંબઈની હોટલમાં કરી આત્મહત્યા
  • ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ મળી
  • મોહન ડેલકરનું આકસ્મિક નિધન

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. તેઓએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓના મૃતદેહ પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે. મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

Dadra & Nagar Haveli lok Sabha MP Mohan Delcare Scuicide in Mumbai

તેમની પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે. તેમણે ગુજરાતીમાં સૂસાઇડ નોટ લખી છે. જોકે, સૂસાઇડ નોટમાં શું લખ્યું છે, તે હજુ જાણી શકાયું નથી.

58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા.