dahegam/ બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ

દહેગામના બારડોલી કોઠી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈ કાલે 30 વર્ષીય એક યુવતીની લાશ મળી આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

Gujarat Vadodara
a 278 બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ

રાજ્યમાં સામે આવી રહેલી હત્યાની અને આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આ જ પ્રકારે દહેગામ તાલુકામાંથી પણ એક હત્યા થઇ હોવાની એક ઘટના સામે આવી છે.

મળતા અહેવાલ મુજબ, દહેગામના બારડોલી કોઠી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈ કાલે 30 વર્ષીય એક યુવતીની લાશ મળી આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કેનાલમાંથી મળેલી યુવતીની માથામાં ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, માંથામાં ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે.

મળતી વિગત મુજબ, દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પુલ નજીક કેનાલના કિનારે એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. રાહદારીએ આ અંગે દહેગામ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તરવૈયાઓની મદદથી યુવતીની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને માથામાં પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાત ઉતારી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવતીની હત્યા પાછળનું કારણ અકબંધ છે તો બીજી તરફ આ પોલસે હત્યારા સુધી પહોંચવા વધુ તજવીજ હાથ ધરી છે.

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો

મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…