dang news/ લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રાજીનામુ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં ડાંગની લોકસભા બેઠકમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 06 08T144728.461 લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

Dang News: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે (District Congress President) રાજીનામુ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં ડાંગની લોકસભા બેઠકમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે (Mukesh Patel) પક્ષના ખરાબ દેખાવની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામુ આપ્યું છે. તેમણે રાજીનામુ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે.

ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે ડાંગમાં કોંગ્રેસ સારી કામગીરી બજાવી ન શકી તેની જવાબદારી મારી છું. હું કાર્યકરોને પ્રેરણા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યો અને પક્ષનો મુખ્ય સંદેશો સામાન્ય કાર્યકરોની મદદથી લોકો સુધી લઈ જવામાં નિષ્ફળતા મળી છે. તેના લીધે લોકોએ ભાજપને મત આપ્યો છે. આના લીધે કોંગ્રેસ ડાંગમાં સારો દેખાવ કરી શકી નથીઅને આ જવાબદારી અમારા શિરે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં 26માંથી એક બેઠક સમખાવા પૂરતી માંડ મળી હતી. આ બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જયારે રેખાબેન ચૌધરીનો પરાજય થયો હતો. આમ લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવાની કોંગ્રેસની આશા ફળીભૂત થઈ ન હતી. કોંગ્રેસે સરસાઈ થોડી વધારી છે પણ આ સરસાઈ પણ એટલી નથી કે તેના આધારે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ સારો દેખાવ કરી શકે તેમ હોય. ગુજરાતમાં કોંગ્રેસ દાયકા પછી માંડ એક જ બેઠક જીતી શકી છે. આ પહેલા છેક 2009માં ગુજરાતમાં કોંગ્રેસે 11 લોકસભા બેઠક જીતી હતી, જે તેનો છેલ્લો શ્રેષ્ઠ દેખાવ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ, પુત્રના મોતના આઘાતમાં પિતાનું પણ નિધન

આ પણ વાંચો: સુરેન્દ્રનગર કોલસાની ખાણ દુર્ઘટનામાં વધુ એક મજૂરનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: અમદાવાદમાં બોપલની રહેણાક સોસાયટીમાં AMTSની બસ ઘૂસી ગઈ